Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિરમાં નવા વર્ષે માઈ ભક્તોનું ઘોડાપૂર, મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું

અહેવાલ - શક્તિસસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશનુ સૌથી મોટું શક્તિપીઠ તરીકે આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર...
અંબાજી મંદિરમાં નવા વર્ષે માઈ ભક્તોનું ઘોડાપૂર  મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું

અહેવાલ - શક્તિસસિંહ રાજપુત

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશનુ સૌથી મોટું શક્તિપીઠ તરીકે આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મા અંબાના દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિરને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યું છે અને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.

દેશના સૌથી મોટા શક્તિપીઠમાં જેની ગણના થાય છે તે અંબાજી ધામમાં માઈ ભક્તો બેસતા વર્ષના દિવસે વહેલી સવારે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી.મંદિર પરિસર માઈ ભક્તોથી ભરાઈ ગયું હતુ. બેસતા વર્ષના દિવસે સવારે મંગળા આરતી 6 વાગે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પણ મંગળા આરતી કરવામાં આવી હતી.અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ માં પણ ભગવાન શિવની આરતી કરાઈ હતી. અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની આસપાસ માઈ ભક્તો પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા.

Advertisement

મૌરવી મુન્શી, સિંગર :-

તેમને જણાવ્યું હતું કે હું છેલ્લા 20 વર્ષથી માતાજીના દર્શન કરવા આવું છું અને વર્ષની છેલ્લી આરતી દીવાળી ના દિવસે મંદિરમાં જોડાવું છું અને બેસતા વર્ષના દિવસે વર્ષની પ્રથમ આરતી અને નવા વર્ષની શરૂઆત આરતી ભરીને કરું છું

Advertisement

નમ્રતા મુન્શી, ભક્ત :-

તેમને જણાવ્યું હતું કે હું છેલ્લા 40 વર્ષથી માં અંબા ના દર્શન કરવા પરિવાર સાથે આવું છું માતાજી અમને ઘણું બધું આપ્યું છે કોરોના કાળમાં બે વર્ષ માતાજીના દર્શન કરવા ન આવી શકી પણ હાલમાં માતાજીના દર્શન કરવા આવીને ઘણું સારું લાગે છે. માતાજી અમારી બધી મનોકામના પૂરી કરી છે.

આ પણ વાંચો - AMBAJI : દિવાળીના પર્વમાં શક્તિપીઠ અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.