New Year 2024: Big B, અજય દેવગન, અનિલ કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે ફેન્સને આ રીતે પાઠવી શુભેચ્છા
નવું વર્ષ 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વમાં લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તે જ સમયે, સિનેમા જગતના સ્ટાર્સે પણ તેમના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને અનિલ કપૂર, અજય દેવગન, વરુણ ધવન સહિત ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણું સારું વર્ષ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ નવા વર્ષમાં પણ આવા જ ચમત્કારોની અપેક્ષા રાખી રહ્યા છે.
બિગ બીએ પાઠવી શુભેચ્છા
મેગા સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી છે. બિગ બીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' એકાઉન્ટ પર લખ્યું કે, 'વર્ષ નવ, હર્ષ નવ; જીવન ઉત્કર્ષ નવ'.
T 4877 - 'वर्ष नव, हर्ष नव; जीवन उत्कर्ष नव ' ~ बच्चन pic.twitter.com/SpWXhnfNbj
— Amitabh Bachchan (@SrBachchan) December 31, 2023
જ્યારે, અનિલ કપૂરે પણ નવા વર્ષના અભિનંદન આપવાની સાથે વર્ષ 2023નો એક રિકેપ વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે.
View this post on Instagram
અજય દેવગનની વાત કરીએ તો તેણે ફેમિલી સાથે રજાઓની તસવીરો શેર કરી ફેન્સને 'હેપ્પી ન્યુ ઈયર' કહ્યું છે.
View this post on Instagram
કેટરિના કૈફે પણ ફેન્સને 'હેપ્પી ન્યુ યર'ની શુભેચ્છા પાઠવી હતી. જયારે વરુણ ધવને તેની પત્ની નતાશા સાથે નવા વર્ષની ઉજવણીની તસવીર શેર કરી અને ફેન્સને 'હેપ્પી ન્યુ યર'ની શુભેચ્છા પાઠવી. ઉપરાંત, અન્ય કેટલાક બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તેમના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ આવનાર વર્ષ તમામ માટે ખુશીઓથી ભરેલું હોય તેવી ઇશ્વરને પ્રાર્થના પણ કરી છે.
View this post on Instagram
આ પણ વાંચો - કાબૂલથી કબ્રસ્તાન, કલમથી કોમેડી સુધીની સંઘર્ષમય સફર-કાદર ખાન