Kutch Rann Utsav નો થયો આરંભ, ટેન્ટ સિટીથી કરવામાં આવી શરૂઆત
- આ વખતે નવા 4 કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા
- દરબારી અને રજવાડી ટેન્ટ આકર્ષણ ઉભું કરશે
- 80 થી 90 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું
Kutch Rann Utsav : નવેમ્બર મહિનાથી Kutch ના White Rann ધોરડોમાં Rann Utsav નો આરંભ થાય છે. ત્યારે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે આજથી Rann Utsav નો આરંભ કર્યો છે. જોકે આજથી માત્ર ટેન્ટસિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ હવે ઉભી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફટ બજાર આગામી 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ધોરડોમાં સફેદ રણમાં જવા માટે પ્રવાસી પાસેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોકન ફી લેવામાં આવે છે. જોકે આ વર્ષે Rann Utsav 15 માર્ચ સુધી ચાલશે. Rann Utsav માં ઊભી કરાયેલ ટેન્ટ સિટીમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
આ વખતે નવા 4 કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા
તેના અંતર્ગત બીએસએફ ચેકપોસ્ટ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી પરમિટ લેવાની હોય છે. એક વ્યક્તિ દીઠ રૂ.100 ફી લેવામાં આવે છે. જોકે પ્રવાસીઓની ભીડને ટાળવા આ વખતે નવા 4 કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મેળવાતી આ પરમીટ ફીની આવકમાથી સ્થાનિકે તંત્ર દ્વારા વિવિધ સુવિધા ઉભી કરવાના કાર્યો કરવામાં આવે છે. તો આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા Rann Utsav ની આવકમાંથી વોલ્સો બસ શરૂ કરાશે. તેની સાથે ભુજથી ધોરડો સુધી સરકારી બસનું પણ આયોજન કરાશે.
આ પણ વાંચો: Amreli : MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાઇરલ, કહ્યું - "આ તો બાઈટિંગ છે..!"
દરબારી અને રજવાડી ટેન્ટ આકર્ષણ ઉભું કરશે
પ્રવાસન વિભાગના જણાવ્યા પ્રમાણે ગત વર્ષ 2023-24 માં 7.42 લાખ પ્રવાસીઓ ધોરડોમાં Rann Utsav જોવા આવ્યા હતા. જેમાંથી 4.26 લાખ પ્રવાસીઓ રાત્રીના રોકાયા હતા. તે પૂર્વે વર્ષ 2022-23 માં કુલ 3.45 લાખ પ્રવાસીની સંખ્યા નોંધાઇ હતી. જેમાં રાત્રીનો નજારો 1.06 લાખ પ્રવાસીએ જ માણ્યો હતો. કારણ કે... Rann Utsav એટલે કે Kutchની કળા, સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ છે.
80 થી 90 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું
આ વર્ષે Rann Utsav માં પ્લાસ્ટિકના બદલે લાકડાના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે. સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને Rann Utsav માં આ વર્ષથી પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ વર્ષે ડિસેમ્બર માસની પણ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. 80 થી 90 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. Rann Utsav માં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરશે. Rann Utsav માં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ Kutchની કલા અને સંસ્કૃતિના દર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો: Gondal : ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 15 તોલા દાગીના, લાખોની રોકડ ચોરી