Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળસ્કે ધરતી ધ્રુજી, જાણો કેન્દ્ર બિંદુ અને તીવ્રતા અંગે

કચ્છની (Kutch) ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો 3.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો વહેલી સવારે 03:58 કલાકે નોંધાયો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 53 કિમી દૂર નોંધાયું કચ્છની (Kutch) ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 03.58 કલાકે...
kutch   ભારત પાકિસ્તાન બોર્ડર પર મળસ્કે ધરતી ધ્રુજી  જાણો કેન્દ્ર બિંદુ અને તીવ્રતા અંગે
  1. કચ્છની (Kutch) ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો
  2. 3.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  3. વહેલી સવારે 03:58 કલાકે નોંધાયો આંચકો
  4. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 53 કિમી દૂર નોંધાયું

કચ્છની (Kutch) ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 03.58 કલાકે આ આંચકો નોંધાયો હોવાની માહિતી છે. ભૂકંપની (Earthquake) તીવ્રતા 3.4 હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 53 કિમી દૂર હોવાનું માસૂમ થયું છે. હાલ, ભૂકંપનાં કારણે કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી, નબીરાઓ સામે ફરિયાદ

કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપ

અમરેલી, ગીર સોમનાથ બાદ હવે કચ્છમાં (Kutch) ભૂકંપ આવ્યાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે વહેલી સવારે અંદાજે 03:58 કલાકે આ આંચકો આવ્યો હતો. ભૂકંપનાં આંચકાની તીવ્રતા 3.4 ની હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 53 કિમી દૂર નોંધાયું છે. જણાવી દઈએ અગાઉ અમરેલી અને ગીર સોમનાથનાં (Gir Somnath) તાલાલામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

Advertisement

આ પણ વાંચો - અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી

અગાઉ અમરેલી, ગીર સોમનાથમાં આવ્યો હતો ભૂકંપ

અમરેલીની વાત કરીએ તો 27 ઓક્ટોબરનાં રોજ જિલ્લાનાં ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો હતો. સાંજનાં 5.16 કલાકે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7 નો આંચકો અનુભવ્યો હોવાની માહિતી આપી હતી. જ્યારે 28 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં તાલાલામાં (Talala) બપોરે અંદાજે 3.52 કલાકે ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાયો હતો. તાલાલા શહેર અને નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.2 થી 1.5 સુધી આંકવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર બિંદુ તાલાલાથી 1 કિમી દૂર સાઉથ-સાઉથ વેસ્ટમાં હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ધાબા પરથી ફટાકડા ફોડીને નાંખતા છુટ્ટા હાથે મારામારી

Tags :
Advertisement

.