Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : જખૌ નજીક નિર્જન ટાપુ પર BSF એ 12.40 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત!

કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત BSF નાં જવાનોને પેટ્રોલિંગ દરમિયાન 10 પેકેટ મળી આવ્યા જખૌ પાસેના નિર્જન ટાપુ પરથી અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ મળ્યું અત્યાર સુધીમાં 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયાં કચ્છની (Kutch) દરિયાઈ સીમામાં માદક...
09:28 PM Sep 20, 2024 IST | Vipul Sen
  1. કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
  2. BSF નાં જવાનોને પેટ્રોલિંગ દરમિયાન 10 પેકેટ મળી આવ્યા
  3. જખૌ પાસેના નિર્જન ટાપુ પરથી અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ મળ્યું
  4. અત્યાર સુધીમાં 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયાં

કચ્છની (Kutch) દરિયાઈ સીમામાં માદક પદાર્થ મળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. BSF નાં જવાનોને પેટ્રોલિંગ દરમિયાન અંદાજિત 12.40 કિલો ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા છે. BSF નાં જવાનોએ ડ્રગ્સનાં 10 પેકેટ કબજે કર્યા છે. આમ, અત્યાર સુધીમાં 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયાં છે. BSF દ્વારા જખૌનાં ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો - Ahmedabad : વટવામાં પ્રજાનાં કરોડો રૂપિયા વેડફાઈ ગયા અને મેયરને ખબર જ નથી ? વિપક્ષનો વિરોધ

અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ મળી આવ્યું

કચ્છમાં (Kutch) દરિયાઈ વિસ્તારમાં એકવાર ફરી ડ્રગ્સનો (Drugs) મસમોટો જથ્થો મળી આવ્યો છે. BSF નાં જવાનો જખૌ (Jakhaun) પાસેનાં નિર્જન ટાપુ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ડ્રગ્સનાં 10 જેટલા પેકેટ મળી આવ્યા છે. માહિતી મુજબ, આ 10 પેકેટમાંથી અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત કરોડોમાં હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Rain in Gujarat : મેહુલિયો નવરાત્રિ બગાડશે ? યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

અત્યાર સુધી 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયાં

જણાવી દઈએ કે, જૂન-2024 થી આજ દિવસ સુધીમાં જખૌનાં (Jakhaun) દરિયાઈ વિસ્તાર તેમ જ ટાપુ અને બેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા 272 જેટલા ડ્રગ્સનાં પેકેટ કબજે કરાયા છે. બીએસએફ દ્વારા જખૌનાં ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક પોલીસ દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરી કરતા ઇસમો સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - 'Ekta' Sammelan : પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ! સંમેલનમાં જ હોબાળો

Tags :
BatBSFCreekCrime NewsdrugsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJakhaunKutchLatest Gujarati NewsNarcotic
Next Article