Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ, વાંચો અહેવાલ

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે રાત્રે હુમલો હોસ્ટેલના કેમ્પસમાં થયો હતો. જે બાદ રાજ્યની સરકાર...
જાણો શું છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ઘર્ષણનો ઘટનાક્રમ  વાંચો અહેવાલ

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં ટોળાએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે રાત્રે હુમલો હોસ્ટેલના કેમ્પસમાં થયો હતો. જે બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને તેમણે તરત જ એક્શન લેવાનું સૂચન આપ્યું હતું. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બનેલો આ કિસ્સો રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દા વિશે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ રીતે પોતાનો અભિપ્રાય મૂકી રહ્યા છે ત્યારે ચાલો આપણે જાણીએ કે આ સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ શું છે.

Advertisement

16 માર્ચ, 2024

  • 10.30 કલાકે વિદેશી વિદ્યાર્થીઓ-અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ
  • વિદેશી યુવકે સૌથી પહેલા સ્થાનિક વિદ્યાર્થીને તમાચો માર્યો
  • ઉશ્કેરાયેલા ટોળાએ રાત્રે 11 કલાકે તોડફોડ કરી
  • રાત્રે 11.10 કલાકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
  • મોડી રાત્રે જ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી
  • હોસ્ટેલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

17 માર્ચ, 2024

  • ઘટનાને પગલે રાજ્ય સરકારે ત્વરીત એક્શનમાં આવી
  • સવારે 10 કલાકે ગૃહરાજ્યમંત્રીએ બેઠક બોલાવી
  • DGP, અમદાવાદ CP, ક્રાઈમ બ્રાંચ JCP સાથે બેઠક
  • ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તપાસના આદેશ આપ્યા
  • સવારે 11 કલાકે અમદાવાદ CP ઘટનાસ્થળે જઈ માહિતી મેળવી
  • અમદાવાદ પોલીસે કુલ 9 ટીમ બનાવી તપાસ હાથ ધરી
  • બપોરે 12 કલાક સુધીમાં 1 આરોપીની ઓળખ કરાઈ
  • સાંજ સુધીમાં 7 આરોપીઓની ઓળખ, 2 આરોપીની ધરપકડ
  • યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી કમિટી બનાવી
  • યુનિવર્સિટીના સિક્યોરિટી, વોર્ડન અને કો-ઓર્ડિનેટરની બદલી કરાઈ
  • રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં

ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી

Advertisement

આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઉપરાંત, 3 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રાઉન્ડઅપ કરેલા આરોપીઓ અને અન્ય આરોપીઓના મોબાઇલ પણ ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ કેસની ગંભીરતાને સમજી આરોપીઓને પકડવા માટે પોલીસે 9 ટીમની રચના કરી છે.

"ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે" - અમદાવાદ પોલીસ કમિશનર

Advertisement

આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અત્યાર સુધી 20થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે કુલ 9 ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘટના બન્યાની 5 મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. JCP ક્રાઇમના વડપણ હેઠળ તપાસ કરાશે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. જણાવી દઈએ કે, 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : Dahod : નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા 5 પૈકી 4 યુવકની ધરપકડ, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

Tags :
Advertisement

.