Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠા બાદ Kheda ની શાળામાંથી શિક્ષિકા 'છૂમંતર'! NOC વિના જ વર્ષથી વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ

શિક્ષણ વિભાગની લાલિયાવાડીનાં એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. બનાસકાંઠાનાં (Banaskantha) વાવ અને દાંતા બાદ હવે ખેડામાં (Kheda) એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડાની હાથજ પ્રાથમિક શાળાનાં સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશમાં...
બનાસકાંઠા બાદ kheda ની શાળામાંથી શિક્ષિકા  છૂમંતર   noc વિના જ વર્ષથી વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ

શિક્ષણ વિભાગની લાલિયાવાડીનાં એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. બનાસકાંઠાનાં (Banaskantha) વાવ અને દાંતા બાદ હવે ખેડામાં (Kheda) એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડાની હાથજ પ્રાથમિક શાળાનાં સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશમાં છે અને વિદેશ જતાં પહેલા તેમણે NOC પણ ન લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનારા આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ (Gujarat Education Department) ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

Advertisement

આ પણ વાંચો - Surat : હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા યુનિ. કર્મચારી સામે કડક કાર્યવાહી!

Advertisement

બનાસકાંઠાના દાંતા અને વાવમાં શિક્ષકો ચાલુ ફરજે વિદેશ જતાં રહ્યાં

શિક્ષકો એ બાળકોનું ભવિષ્ય સુધારતા હોય છે પરતું, ગુજરાતનાં બનાસકાંઠા (Banaskantha) અને ખેડા (Kheda) જિલ્લામાં કેટલાક શિક્ષકોની લાલિયાવાડીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકાયું છે. અગાઉ બનાસકાંઠા જિલ્લાનાં દાંતા (Danta) તાલુકામાં અંબાજીની પાન્છા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે અમેરિકા (America) જતાં રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભાવનાબેન છેલ્લા આઠેક વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું નાગરિત્વ પણ મેળવી લીધું હોવાની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ વાવમાં (Vav) ઊંચપા ગામની શાળાના શિક્ષક દર્શન પટેલ કેનેડામાં સ્થાયી થઈ ગયા હોવાની વિગત સામે આવી હતી. 10 નવેમ્બર 2022 થી શિક્ષક દર્શન પટેલ ગેરહાજર છે.

આ પણ વાંચો - Rajkot : 'તિરંગા યાત્રા'નો પ્રારંભ, JP નડ્ડાનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - તેમને માત્ર એક જ પરિવાર..!

Advertisement

એક વર્ષ પહેલા NOC લીધા વિના જ શિક્ષિકા વિદેશ જતાં રહ્યાં

બનાસકાંઠા બાદ હવે ખેડા જિલ્લામાંથી પણ એવા જ એક શિક્ષકનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ખેડા (Kheda) જિલ્લાની હાથજ પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશમાં રહે છે. એવી પણ માહિતી સામે આવી છે કે વિદેશ જતાં પહેલા સોનલબેને NOC પણ લીધી નહોતી. સોનલબેનનાં વિદેશ જતાં રહેવાથી શાળામાં શિક્ષકની ઘટ પડી છે. આ શાળામાં ધોરણ 1 થી 8 માં કુલ 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માહિતી મુજબ, આ મામલો ધ્યાને આવતા પ્રાથમિક શિક્ષણ વિભાગ (Primary Education Department) દ્વારા સોનલબેનને નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, શિક્ષિકાએ આજદીન સુધી નોટિસનો જવાબ આપ્યો નથી. બનાસકાંઠાનાં વાવ અને દાંતા તેમ જ ખેડાનાં શિક્ષક વિદેશ જતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંદારામાં મૂકાયું છે. એક બાજું શિક્ષકો વિદેશમાં છે. ત્યાં બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોની ઘટ પડતા વિદ્યાર્થીનાં ભવિષ્ય અંધારામાં મૂકાયા છે. હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરે તે જોવું રહ્યું.

આ પણ વાંચો - Gujarat Politics : CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

Tags :
Advertisement

.