Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda : 13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા અને દંડ

સાચા અર્થમાં ગુજરાતમાં દુષ્કર્મની પીડિતાઓને ઝડપી ન્યાય ગૃહ વિભાગ, પોલીસની ઈચ્છાશક્તિથી શક્ય બન્યું કપડવંજમાં દુષ્કર્મનાં આરોપીને 20 વર્ષ કેદની સજા અને દંડ નરાધમે 13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી Kheda : ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીનાં કેસોમાં...
kheda   13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા અને દંડ
  1. સાચા અર્થમાં ગુજરાતમાં દુષ્કર્મની પીડિતાઓને ઝડપી ન્યાય
  2. ગૃહ વિભાગ, પોલીસની ઈચ્છાશક્તિથી શક્ય બન્યું
  3. કપડવંજમાં દુષ્કર્મનાં આરોપીને 20 વર્ષ કેદની સજા અને દંડ
  4. નરાધમે 13 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Kheda : ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીનાં કેસોમાં પીડિતાઓને હવે ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી આ શક્ય બની રહ્યું છે. કારણ કે, વધુ એક દુષ્કર્મનાં આરાપીને કોર્ટે આકરી સજા ફટકારીને જેલભેગો કર્યો છે. ખેડા જિલ્લાનાં કપજવંજ (Kapjawanj) તાલુકાનાં નરાધમે 13 વર્ષની સગીરવયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભવતી બનાવી હતી. હવે, નડિયાદ કોર્ટે (Nadiad Sessions Court) આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

Advertisement

આ પણ વાંચો -Surendranagar : રાસ ગરબા, હુડો રાસ અને પશુ મેળો બનશે આકર્ષણનું કેન્દ્ર, સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત

Advertisement

ગુજરાત દુષ્કર્મ પીડિતાઓને ઝડપી ન્યાય

રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ સરકારે આકરું વલણ અપનાવ્યું છે. તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ દુષ્કર્મ અને છડેતીનાં આરોપીઓને આકરી સજા અને પીડિતાઓને ઝડપી ન્યાયની વાત કરી હતી. ત્યારે હવે ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઇચ્છાશક્તિનાં કારણે આ શક્ય બની રહ્યું છે. કારણ કે, રાજ્યમાં વધુ એક દુષ્કર્મનાં આરોપીને આકરી સજા ફટકારવામાં આવી છે અને પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય આપવામાં આવ્યો છે. કેસની વાત કરીએ તો ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજમાં રહેતા આરોપી સંજય રાઠોડે 13 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Junagadh : બાંટવા સરાડીયા રોડ પર બની હચમચાવતી એવી ઘટના કે પોલીસે કરી દીધી નાકાબંધી, વાંચો વિગત

આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

ત્યાર બાદ પીડિતાને બદનામ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીર યુવતી ગર્ભવતી થઈ હતી. જો કે, પીડિતાએ હિંમત દાખવી આરોપી સંજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી કેસ ચલાવ્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે (Nadiad Sessions Court) તમામ સાક્ષી, દસ્તાવેજી પુરાવાનાં આધારે આરોપી સંજય રાઠોડને દોષિત જાહેર કરી 20 વર્ષની જેલની આકરી સજા ફટકારી છે. સાથે જ રૂ. 32 હજારનો દંડ પણ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આથી, હવે યુવતી અને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરવાનારાઓની ખેર નહીં. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સરકારની પ્રાથમિક જવાબદારી છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Bhavnagar SOG એ બે બોગસ ડૉક્ટરની કરી ધરપકડ, એક 12 પાસ અને તો માત્ર 8 પાસ

Tags :
Advertisement

.