ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે, મહિલા અનામત બેઠકના કારણે જશીબેનને મળશે પ્રમુખપદ

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો મોટો વિજય થયો છે. કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી છે. કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠકો મળી છે. પરંતુ ભાજપની ખુશી ટૂંકા ગાળાની સાબિત થઈ છે.
04:01 PM Feb 23, 2025 IST | PIYUSHSINH SOLANKI

કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો મોટો વિજય થયો છે. કુલ 26 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી છે. કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠકો મળી છે. પરંતુ ભાજપની ખુશી ટૂંકા ગાળાની સાબિત થઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. તેલનારની બેઠક પરથી કોંગ્રેસના જશીબેન કાનજીભાઈ વણકર ચૂંટાયા છે. તેઓ જ પ્રમુખ બની શકે તેમ છે.

સંપૂર્ણ બહુમતિ છતાં ભાજપ પ્રમુખ પદથી દૂર રહેશે

ભાજપે લાંબા સમય બાદ કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત જીતી છે. આ ચૂંટણી ખૂબ રસાકસીભરી રહી હતી. બંને પક્ષોએ જીત માટે ભારે મહેનત કરી હતી. ભાજપે સત્તા મેળવવા માટે પૂરી તાકાત લગાવી હતી. કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા.

ભાજપને 18, કોંગ્રેસને 6, અપક્ષને 2 બેઠક મળી છે

હવે રાજકીય ગરમાગરમી વધવાની શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસને મળે તે પક્ષને પચાવવું મુશ્કેલ છે. ભાજપ આ સ્થિતિ બદલવા માટે પ્રયાસો કરી રહી હોવાનું જાણવા મળે છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Gujarat: કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી

Tags :
BJPCongresselection updateGujarat FirstGujarat NewsKapadvanjPoliticsTaluka Panchayat
Next Article