Hyderabadમાં અભિનેત્રી Shobhita Shivannaનું શંકાસ્પદ મોત
- કન્નડ ટીવી અભિનેત્રી શોભિતા શિવન્નાનું હૈદરાબાદમાં તેના ઘરે શંકાસ્પદ મોત
- શોભિતાનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટની છત પર લટકતો મળી આવ્યો
- શોભિતા ટેલિવિઝન સિરિયલ 'બ્રહ્મગંતુ' અને 'નિનિદાલે'માં તેની ભૂમિકાઓ માટે લોકપ્રિય હતી
Hyderabad : કન્નડ ટીવી અભિનેત્રી શોભિતા શિવન્ના (Shobhita Shivanna) તેલંગાણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. 29 વર્ષની શોભિતાનો મૃતદેહ ગચીબોવલીની શ્રીરામ નગર કોલોનીમાં તેના એપાર્ટમેન્ટની છત પર લટકતો મળી આવ્યો હતો. પાડોશીઓ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ એપાર્ટમેન્ટમાં પહોંચી અને તપાસ શરુ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. શોભિતા ટેલિવિઝન સિરિયલ 'બ્રહ્મગંતુ' અને 'નિનિદાલે'માં તેની ભૂમિકાઓ માટે લોકપ્રિય હતી. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
અભિનેત્રીએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા
કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી આ અભિનેત્રીએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી
શોભિતાની કથિત આત્મહત્યાનું કારણ અકબંધ
શોભિતાની કથિત આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. ગચીબોવલી પોલીસે કેસ નોંધીને તેના મૃત્યુના સંજોગોની તપાસ શરૂ કરી છે. પોલીસ તેના પરિવારજનો, મિત્રો અને પડોશીઓના નિવેદનો નોંધી રહી છે.
આ પણ વાંચો----2025 માં છેલ્લી વખત ફેન્સને મળશે Vikrant Massey, નિવૃત્તિની જાહેરાત કરી
શોભિતા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નહોતી
શોભિતા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નહોતી. 1 નવેમ્બરે તેમની છેલ્લી પોસ્ટ કન્નડ રાજ્યોત્સવ અને દિવાળીની ઉજવણી સંબંધિત હતી. હવે તેમના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ફિલ્મ ઉદ્યોગ પણ આઘાતમાં છે.
પતિ સુધીર સાથે હૈદરાબાદમાં રહેતી હતી
શોભિતા ટેલિવિઝન સિરિયલ 'બ્રહ્મગંતુ' અને 'નિનિદાલે'માં તેની ભૂમિકાઓથી પ્રખ્યાત થઈ હતી. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરની રહેવાસી આ અભિનેત્રીએ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તે મનોરંજન ઉદ્યોગથી દૂર થઈ ગઈ હતી અને તેના પતિ સુધીર સાથે હૈદરાબાદમાં રહેતી હતી.
આ પણ વાંચો----US:મોડેલે પહેલા તેના પતિની કરી હત્યા,પછી પોતાને....