Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાંસદની ધમકી.."જે 5 વર્ષ નડ્યા તેમને મુકવાનો નથી..."

Junagadh MP : જૂનાગઢના સાંસદ (Junagadh MP) રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના સાંસદ લોકશાહીના મુલ્યોને જાણે ભુલી ગયા હોય તેમ હવે જનતાને ખુલ્લી ધમકી આપવા માંડ્યા છે. જે નેતાએ ચૂંટણી સમયે લોકોને હાથ જોડ્યા હતા...
09:33 AM Jun 20, 2024 IST | Vipul Pandya
Junagadh MP Rajesh Chudasma

Junagadh MP : જૂનાગઢના સાંસદ (Junagadh MP) રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના સાંસદ લોકશાહીના મુલ્યોને જાણે ભુલી ગયા હોય તેમ હવે જનતાને ખુલ્લી ધમકી આપવા માંડ્યા છે. જે નેતાએ ચૂંટણી સમયે લોકોને હાથ જોડ્યા હતા અને લોકોને હસતા ચહેરે પોતાને મત આપે તેવી યાચના કરતા હતા તે નેતા હવે ચૂંટણી જીત્યા બાદ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા છે.

હું જે 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રાજેશ ચુડાસા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું જે 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી.

સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકભરી ભાષાનો ઉપયોગ કર્યો

પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જાણે કે જનતાએ મોટી ભુલ કરી દીધી હોય તેવું નિવેદન આપ્યું હતું. એક ચૂંટાયેલા પ્રતિનિધી આ પ્રકારે ભાષાનો પ્રયોગ કરે અને જાહેરમાં ધમકી આપે તે કેટલી યોગ્ય છે તેવા સવાલો પુછાવા લાગ્યા છે.

ચૂંટણી સમયે મત આપવા માટે પ્રજાને કાલાવાલા કરે છે

નેતાઓએ હવે લોકશાહીની જાણે કે મજાક બનાવી દીધી છે. ચૂંટણી સમયે મત આપવા માટે પ્રજા સમક્ષ કાલાવાલા કરતાં નેતાઓ ચૂંટણી બાદ જોઇ લેવાની ધમકી આપે છે. એમને હું મુકવાનો નથી તેવી ધમકી આપી રહ્યા છે. બધાને યાદ હશે કે જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેરવાયા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી. હવે ચૂંટણી પત્યા બાદ સાંસદ મહોદય પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી છે. સવાલ એ થાય છે તે શું આ જ રીતે તમે રાજકારણ કરશો.

તમને લીડ ના મળી તો હવે પ્રજાને ડરાવશો..? ધમકાવશો..?

લોકો સવાલ કરી રહ્યા છે કે તમને લીડ ના મળી તો હવે પ્રજાને ડરાવશો..? ધમકાવશો..? સાંસદ તરીકે તમને આ શોભે છે ? અગાઉ વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહે પણ આવી જ ખુલ્લી ધમકી આપી હતી અને જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહી થાય તેમ કહ્યું હતું. નેતાઓ ચૂંટણી પત્યા બાદ આ રીતે પ્રજાને ધમકાવશે તો લોકશાહીનું શું થશે તે સવાલ છે.

આ પણ વાંચો----- PATAN : તંત્રની ઉદાસીનતાએ સમાજના સારથીઓનો જીવ લીધો!

Tags :
BJPGujaratGujarat FirstJunagadhJunagadh Lok Sabha seatJunagadh MPLok Sabha Election 2024MPRajesh ChudasmaThreatvoters
Next Article