Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Giorgia Meloni ની મજાક કરવી પત્રકારને મોંઘી પડી...વાંચો અહેવાલ

Giorgia Meloni સોશિયલ મીડિયા પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ની મજાક ઉડાવવી એક પત્રકારને મોંઘી પડી છે. કોર્ટે આરોપી પત્રકાર પર 5000 યુરોનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પત્રકારે દંડની આ રકમ જ્યોર્જિયા મેલોનીને...
giorgia meloni ની મજાક કરવી પત્રકારને મોંઘી પડી   વાંચો અહેવાલ

Giorgia Meloni સોશિયલ મીડિયા પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ની મજાક ઉડાવવી એક પત્રકારને મોંઘી પડી છે. કોર્ટે આરોપી પત્રકાર પર 5000 યુરોનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પત્રકારે દંડની આ રકમ જ્યોર્જિયા મેલોનીને આપવી. આરોપ છે કે પત્રકારે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ઊંચાઈની મજાક ઉડાવી હતી. આ રિપોર્ટર સામે એટલા બધા કેસ દાખલ કરવામાં આવ્યા કે વર્લ્ડ પ્રેસ ઈન્ડેક્સમાં ઈટાલી અનેક સ્થાન નીચે આવી ગયું. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા આ વર્ષે ઇટાલીમાં પત્રકારો સામે મોટી સંખ્યામાં કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના કારણે 2024માં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ઇટાલી પાંચ સ્થાન નીચે 46માં સ્થાને આવી ગયું હતું.

Advertisement

જ્યોર્જિયા મેલોનીની મજાક ઉડાવવા બદલ 5,000 યુરો દંડ

રોમ સમાચાર એજન્સી ANSA અને અન્ય સ્થાનિક મીડિયા અનુસાર, મિલાનની અદાલતે એક પત્રકારને સોશિયલ મીડિયા પોસ્ટમાં જ્યોર્જિયા મેલોનીની મજાક ઉડાવવા બદલ 5,000 યુરો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને આપવામાં આવશે. અગાઉ ઑક્ટોબર 2021 માં, પત્રકાર, જિયુલિયા કોર્ટેઝને પણ મેલોનીની ઊંચાઈ વિશે ટ્વિટર પર એક સ્નીર માટે 1,200 યુરોનો સસ્પેન્ડેડ દંડ આપવામાં આવ્યો હતો, જેને "બોડી શેમિંગ" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.

Advertisement

પત્રકારે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો

કોર્ટના નિર્ણય પછી, પત્રકાર કોર્ટેઝે ગુરુવારે X પર લખ્યું: "ઇટાલિયન સરકારને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પત્રકારત્વની અસંમતિ સાથે ગંભીર સમસ્યા છે." ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયા બાદ મેલોનીએ પત્રકાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. મેલોની, જેમની કટ્ટર જમણેરી પાર્ટી બ્રધર્સ ઓફ ઇટલી પાર્ટી તે સમયે વિપક્ષમાં હતી અને ત્યારે દિવગંત ફાસીવાદી નેતા બેનિટો મુસોલિનીની તસવીર સાથે તેમની એક નકલી ફોટો પ્રકાશીત કરવા પ્રત્યે કોર્ટેજે વાંધો ઉઠાવ્યો હતો.

કાર્ટેજે સોશિયલ મીડિયા પર આ લખ્યું છે

"તમે મને ડરાવશો નહીં, જ્યોર્જિયા મેલોની. છેવટે, તમે ફક્ત 1.2 મીટર (4 ફૂટ) ઊંચા છો. હું તમારી તરફ જોઈ પણ શકતો નથી." જો કે, વિવિધ મીડિયા વેબસાઇટ્સ પર, મેલોનીની ઊંચાઈ 1.58 મીટરથી 1.63 મીટરની વચ્ચે હોવાનું જણાવવામાં આવ્યું છે. કોર્ટેઝ સજા સામે અપીલ કરી શકે છે. મેલોનીના વકીલે કહ્યું કે વડા પ્રધાન આખરે મળેલી દંડની રકમ ચેરિટીમાં દાન કરશે. કોર્ટેઝે કહ્યું કે ઇટાલીમાં સ્વતંત્ર પત્રકારો માટે આ મુશ્કેલ સમય છે. "

Advertisement

આ પણ વાંચો----US Elections 2024 : શું ટ્રમ્પની જીત નક્કી? બાઈડેન પર ચૂંટણીની રેસમાંથી બહાર થવાનું દબાણ વધ્યું

Tags :
Advertisement

.