Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમના પાર્ટનરથી થયા અલગ, દસ વર્ષના સંબંધનો આવ્યો અંત

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર પાર્ટનર એન્ડ્રીયા ગિયામબ્રુનોથી અલગ થઈ ગયા છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે એન્ડ્રીયા જિયામબ્રુનો સાથેના મારા સંબંધોનો અહીં અંત આવ્યો છે. અમે લગભગ 10 વર્ષ સાથે રહ્યા. 46 વર્ષીય ઈટાલીના...
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમના પાર્ટનરથી થયા અલગ  દસ વર્ષના સંબંધનો આવ્યો અંત

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર પાર્ટનર એન્ડ્રીયા ગિયામબ્રુનોથી અલગ થઈ ગયા છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે એન્ડ્રીયા જિયામબ્રુનો સાથેના મારા સંબંધોનો અહીં અંત આવ્યો છે. અમે લગભગ 10 વર્ષ સાથે રહ્યા. 46 વર્ષીય ઈટાલીના વડાપ્રધાને કહ્યું કે અમારા રસ્તાઓ થોડા સમયથી અલગ થઈ ગયા છે, આવી સ્થિતિમાં હવે તેમને સ્વીકારવાનો સમય આવી ગયો છે.

Advertisement

જિયામબ્રુનો અને મેલોનીના લગ્ન થયા ન હતા

મળતી માહિતી મુજબ, જિયામબ્રુનો અને મેલોનીએ લગ્ન કર્યા નથી. જોકે તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેમને સાત વર્ષની પુત્રી પણ છે. મેલોનીએ લખ્યું, 'અમે સાથે વિતાવેલા અદ્ભુત વર્ષો માટે હું તેમનો આભાર માનું છું. અમે જે પણ મુશ્કેલીઓમાંથી પસાર થયાં તેમાં મારી સાથે રહેવા બદલ અને મારા જીવનની સૌથી મહત્વની વસ્તુ, અમારી દીકરી જેનેવરા આપવા બદલ હું તેમનો આભાર માનું છું.'

Advertisement

ગિયામબ્રુનો મહિલાઓ વિશે ટિપ્પણી કરીને વિવાદમાં આવ્યા હતા

જાણીતા ટેલિવિઝન હોસ્ટ જિયામબ્રુનો ઓગસ્ટમાં તેના શોમાં એવું સૂચન કર્યા પછી ચર્ચામાં આવ્યા હતા કે સ્ત્રીઓ વધારે દારૂ ન પીવાથી બળાત્કારથી બચી શકે છે. આ બાબત ઉપર મેલોનીએ કહ્યું હતું કે તેના પાર્ટનરની ટિપ્પણીઓના આધારે તેણીનું આંકલન ન આપવુ જોઈએ અને ભવિષ્યમાં તે તેમના પાર્ટનર વર્તન અંગેના પ્રશ્નોના જવાબ આપશે નહીં.

Advertisement

મેલોનીએ સોશિયલ મીડિયા ઉપર ભાવુક પોસ્ટ શેર કરી

મેલોનીએ તેના જીવનસાથી સાથે અલગ થવાના સંબંધમાં X પરના તેમના નિવેદનમાં કહ્યું કે અમે જે હતા તેનું હું રક્ષણ કરીશ. હું અમારી મિત્રતાનું રક્ષણ કરીશ અને હું અમારી સાત વર્ષની છોકરીનું રક્ષણ કરીશ, જે તેના માતા અને પિતાને પ્રેમ કરે છે, દરેક કિંમતે મને મારી માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો મોકો મળ્યો નથી, પરંતુ હું મારી પુત્રીની બાબતમાં ભાગ્યશાળી છું. મારે તેના વિશે વધુ કંઈ કહેવું નથી.

15 વર્ષની ઉમરેથી  જ રાજનીતિમાં સક્રિય હતી મેલોની

1977 માં રોમમાં જન્મેલી, મેલોની 15 વર્ષની હતી જ્યારે તે ઇટાલિયન સોશિયલ મૂવમેન્ટ (MSI) ની યુવા શાખામાં જોડાઈ હતી. તે 2015 માં જીઆમ્બ્રુનોને મળી જ્યારે તે ટીવી શો માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. મેલોનીએ આ શોમાં ભાગ લીધો હતો. જિયામબ્રુનોનો જન્મ 1981માં મિલાનમાં થયો હતો.

આ પણ વાંચો -- ‘સતત આંતરિક બાબતોમાં કરતા હતા દખલ’ રાજદ્વારીઓ મામલે કેનેડાના નિવેદન પર ભારતનો જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.