Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tanishq ના શો રુમમાં 20 મિનીટમાં 20 કરોડની લૂંટ

Tanishq showroom : બિહારના પૂર્ણિયામાં ધોળા દિવસે 20 કરોડ રૂપિયાની લૂંટની ઘટના બની છે. તનિષ્કના શોરૂમ (Tanishq showroom) માં ઘૂસીને હીરાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી, જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટનાને 3 લૂંટારુઓએ ગન...
tanishq ના શો રુમમાં 20 મિનીટમાં 20 કરોડની લૂંટ

Tanishq showroom : બિહારના પૂર્ણિયામાં ધોળા દિવસે 20 કરોડ રૂપિયાની લૂંટની ઘટના બની છે. તનિષ્કના શોરૂમ (Tanishq showroom) માં ઘૂસીને હીરાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી, જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટનાને 3 લૂંટારુઓએ ગન પોઈન્ટ પર અંજામ આપ્યો હતો. જ્યારે 3 બદમાશો બહાર ચોકી કરી રહ્યા હતા. લૂંટ કર્યા બાદ તમામ છ ગુનેગારો બાઇક પર ફરાર થઇ ગયા હતા.

Advertisement

સ્ટાફ અને ગ્રાહકોને બંદૂકની અણી પર બંધક બનાવ્યા

સ્ટાફ અને ગ્રાહકોને બંદૂકની અણી પર બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારુઓ નાસી ગયા બાદ મેનેજરે કોઈક રીતે પોલીસને ફોન કરીને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી હતી, પરંતુ લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર્ણિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લૂંટારુઓને શોધવા શહેરભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

20 મિનિટમાં ગુનો આચરવામાં આવ્યો

એસપી ઉપેન્દ્ર નાથ વર્માએ જણાવ્યું કે આ ઘટના પૂર્ણિયાના ખજાંચી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડાકબંગલા ચોકમાં સ્થિત તનિષ્ક શોરૂમમાં થઈ હતી. લૂંટાયેલા દાગીનામાં 10 કરોડની કિંમતના હીરાના દાગીના અને બાકીના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. મેનેજરની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે. શોરૂમમાં લાગેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી, જેમાં લૂંટારુઓ જોવા મળ્યા હતા. મેનેજરે જણાવ્યું કે લૂંટારુઓ ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા હતા.

Advertisement

બેગમાં દાગીના ભરીને હવામાં ફાયરિંગ કરી ત્રણેય ભાગી છૂટ્યા

તેમણે માસ્ક પહેર્યું હતું. સ્ટાફ મેમ્બર તેમને ઘરેણાં બતાવી રહ્યો હતો, ત્યારે અચાનક એક લૂંટારુએ બંદૂક કાઢી અને તેના કાનપટ્ટી પર મુકી દીધી હતી. બાકીના બે બદમાશોએ ગ્રાહકોને નિશાન બનાવ્યા હતા. ત્રણેય બધાને પહેલા માળે લઈ આવ્યા. ત્યાર બાદ બેગમાં દાગીના ભરીને હવામાં ફાયરિંગ કરી ત્રણેય ભાગી છૂટ્યા હતા.તેમણે માત્ર 20 મિનીટમાં લૂંટ આચરી હતી

ભાગતી વખતે એક ગુનેગારનું બાઇક સ્લીપ થયું

તનિષ્ક શોરૂમના સ્ટાફના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 12.15 વાગ્યે બની હતી. ત્રણેય બદમાશો પાસે પિસ્તોલ હતી. ત્રણેય જણાએ કોઇ બોલશે તો ગોળી મારી દેવાની ધમકી આપી હતી. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે એક બદમાશ બાઇક પર દોડી રહ્યો હતો ત્યારે તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. તે પડી ગયો હતો, પરંતુ બાઇક ઉપાડીને ભાગી ગયો હતો. ઘણા લોકોએ તેને જોયો, પરંતુ તેને ઓળખી શક્યા નહીં કારણ કે તેણે માસ્ક પહેર્યો હતો.

Advertisement

આ પણ વાંચો----- JDU ના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહનું નિધન, CM નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો...

Tags :
Advertisement

.