Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC અધ્યક્ષ બનતા જ Jay Shah એ રચ્યો ઈતિહાસ, જાણો કેવી રહી તેમની સફર...

જય શાહ ICC ના નવા અધ્યક્ષ બન્યા તેમનો કાર્યકાળ 1 ડિસેમ્બરથી શરૂ થશે ICC ચેરમેન બિનહરીફ ચૂંટાયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ (Jay Shah)ને મોટી જવાબદારી મળી છે. તે ક્રિકેટની ટોચની સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના...
icc અધ્યક્ષ બનતા જ jay shah એ રચ્યો ઈતિહાસ  જાણો કેવી રહી તેમની સફર
  1. જય શાહ ICC ના નવા અધ્યક્ષ બન્યા
  2. તેમનો કાર્યકાળ 1 ડિસેમ્બરથી શરૂ થશે
  3. ICC ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ (Jay Shah)ને મોટી જવાબદારી મળી છે. તે ક્રિકેટની ટોચની સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ બની ગયા છે. મંગળવારે તેઓ અપક્ષ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ 1 ડિસેમ્બર, 2024 રોજ કાર્યભાર સંભાળશે. ICC એ જય શાહ (Jay Shah)ની નિમણૂક અંગે સત્તાવાર જાહેરાત કરી છે. જય શાહ (Jay Shah) ICC અધ્યક્ષ બન્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો વધશે. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2025 સુધી રહેશે.

Advertisement

આ રીતે પ્રવાસ શરૂ થયો...

જય શાહે (Jay Shah) વર્ષ 2009 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદના સભ્ય તરીકે ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તે રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં મહત્વપૂર્ણ પદોમાંથી પસાર થયા અને BCCI ના સચિવ પદ સુધી પહોંચ્યો. 2013 માં જય શાહ (Jay Shah) ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સંયુક્ત સચિવ બન્યા, અને 2015 માં તેઓ BCCI ના નાણા અને માર્કેટિંગ સમિતિના વડા બન્યા. ચાર વર્ષ પછી શાહ BCCI ના સચિવ બન્યા અને 2021 માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ બન્યા.

Advertisement

ગ્રેગ બાર્કલે પદ છોડશે...

તમને જણાવી દઈએ કે, જય શાહ (Jay Shah) ICC વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલે પાસેથી પદ સંભાળશે. બાર્કલેએ 20 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડવા તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ ICC અધ્યક્ષ પદ છોડી દેશે.

ICC ના અધ્યક્ષ બનશે તે નિશ્ચિત હતું...

મોટા ભાગના સભ્યો તેમની તરફેણમાં હોવાથી જય શાહ (Jay Shah) ICC ના અધ્યક્ષ બનશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. તેણે પોતાનું નોમિનેશન ભરતાની સાથે જ જય શાહ (Jay Shah) ICC ચીફ હશે તે નક્કી થઈ ગયું. તમને જણાવી દઈએ કે ICC અધ્યક્ષ પદ માટે કુલ 16 સભ્યો વોટ કરે છે. શાહને ચૂંટણી જીતવા માટે 9 વોટની જરૂર હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને પહેલાથી જ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો : Jay Shah ની ICC ના નવા ચેરમેન તરીકે બિનહરીફ પસંદગી, વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો દબદબો

જય શાહે ઈતિહાસ રચ્યો...

જય શાહે (Jay Shah) આ સાથે ઈતિહાસ રચ્યો છે. તેઓ 35 વર્ષની વયે ICC નું નેતૃત્વ કરનાર સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. તે ICC નું નેતૃત્વ કરનાર પાંચમો ભારતીય પણ બન્યો છે. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર ICC અધ્યક્ષ બની ચૂક્યા છે.

આ પણ વાંચો : Women T20 World Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન

રોહન જેટલી BCCI સેક્રેટરી બની શકે છે...

જય શાહ (Jay Shah)ના ICC અધ્યક્ષ બન્યા બાદ BCCI સેક્રેટરીનું પદ ખાલી થશે. તેમણે આ પદ પરથી રાજીનામું આપવું પડશે. આ પદ માટે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)ના પ્રમુખ રોહન જેટલીનું નામ ચર્ચામાં છે. રોહન ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીનો પુત્ર છે. જો કે રોહને આ અટકળોને નકારી કાઢી છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ માટે આ તારીખે તૈયાર રહેજો

Tags :
Advertisement

.