ICC માં સૌથી યુવા અધ્યક્ષ તરીકે Jay Shah એ કાર્યભાળ સંભાળ્યો
- Cricket ને વધુ આકર્ષક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ
- ગુજરાત Cricket એસોસિએશન સાથે પોતાની સફર શરૂ કરી
- છેલ્લા ચાર વર્ષમાં ICC માં ગ્રેગ બાર્કલેના યોગદાનને સ્વીકાર્યું
Jay Shah ICC Chairman : આજથી ઇન્ટરનેશનલ Cricket કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ તરીકે Jay Shah એ કાર્યભાર સંભાળ્યો છે. તો Jay Shah એ ICC માં ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે. આ વર્ષે ઓગસ્ટમાં જય શાહ બિનહરીફ તરીકે ચૂંટાયા હતા. તો બીજી તરફ જય શાહ ICC ના અધ્યક્ષ બનનારા અત્યા સુધીમાં પાંચમાં ભારતીય તરીકે છે. કારણ કે... ICC માં જય શાહ પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહરના ટોચના સ્થાને કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
Cricket ને વધુ આકર્ષક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ
જોકે ICC પ્રમુખનું પદ 2016 માં નાબૂદ કરવામાં આવ્યું હતું. ત્યારે ICC ના છેલ્લા પ્રમુખ ઝહીર અબ્બાસ હતા. તે ઉપરાંત ICC ના પ્રથમ અધ્યક્ષ એન શ્રીનિવાસન 2014 માં બન્યા હતા. બીજી તરફ ICC ના અધ્યક્ષ તરીકે સૌથી યુવાન ભારતીય તરીકે જય શાહનું નામ હલમાં નોંધવામાં આવ્યું છે. ત્યારે ચાર્જ સંભાળ્યા બાદ શાહે કહ્યું કે, હું આ જવાબદારી નિભાવીને સન્માનિત અનુભવું છું. હું ICC ડિરેક્ટર્સ અને બોર્ડના સભ્યોનો તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. આપણે વિશ્વભરના ચાહકો માટે Cricket ને વધુ આકર્ષક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: ASIA CUP 2024 : ભારતનો પાકિસ્તાન સામે શરમજનક પરાજય
ગુજરાત Cricket એસોસિએશન સાથે પોતાની સફર શરૂ કરી
Jay Shah એ વધુમાં કહ્યું કે, અમે વિવિધ ફોર્મેટના સહઅસ્તિત્વ અને મહિલા Cricket ના વિકાસને વેગ આપવાની જરૂરિયાત સાથે નિર્ણાયક તબક્કે ઊભા છીએ. વૈશ્વિક સ્તરે Cricket માં અપાર સંભાવનાઓ છે. હું આ તકોનો લાભ લેવા અને રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું. જોકે જય શાહને Cricket વહીવટનો બહોળો અનુભવ છે. Jay Shah એ વર્ષ 2009 માં ગુજરાત Cricket એસોસિએશન સાથે પોતાની સફર શરૂ કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા Cricket સ્ટેડિયમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
છેલ્લા ચાર વર્ષમાં ICC માં ગ્રેગ બાર્કલેના યોગદાનને સ્વીકાર્યું
વર્ષ 2019 માં જય શાહ BCCI માં જોડાયા હતા. એશિયન Cricket કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ હોવા ઉપરાંત, તેમણે ICC ની નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. Jay Shah એ છેલ્લા ચાર વર્ષમાં ICC માં ગ્રેગ બાર્કલેના યોગદાનને સ્વીકાર્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં તેમની સિદ્ધિઓ માટે હું ગ્રેગ બાર્કલેનો પણ આભાર માનું છું. હું વૈશ્વિક મંચ પર રમતની પહોંચ અને વૃદ્ધિને વિસ્તારવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું.
આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ