Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Janmashtami 2024 : 'શ્રીકૃષ્ણ જન્મોત્સવ' ની CM એ શુભેચ્છા પાઠવી કહી આ વાત, અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો

Janmashtami 2024 : આવતીકાલે રાજ્યભરમાં 'શ્રી કૃષ્ણ જન્મોત્સવ' (Shri Krishna Janmotsav) ની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે. આ પાવન પર્વ પર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે, 'શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને...
janmashtami 2024    શ્રીકૃષ્ણ જન્મોત્સવ  ની cm એ શુભેચ્છા પાઠવી કહી આ વાત  અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો

Janmashtami 2024 : આવતીકાલે રાજ્યભરમાં 'શ્રી કૃષ્ણ જન્મોત્સવ' (Shri Krishna Janmotsav) ની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે. આ પાવન પર્વ પર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે, 'શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઊજવાતું જન્માષ્ટમી પર્વ સમાજમાં આપસી પ્રેમ, સૌહાર્દ અને સામાજિક સમરસતા તથા બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે.' જણાવી દઈએ કે રાજ્યભરમાં જન્માષ્ટમીને લઈ વિશેષ ઝાંકી, શણગાર, મટકી ફોડ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!

Advertisement

આ પર્વ બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે: CM

આવતીકાલે જન્માષ્ટમીનો (Janmashtami 2024) પાવન પર્વ હોવાથી રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યનાં નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, 'શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઊજવાતું જન્માષ્ટમી પર્વ સમાજમાં આપસી પ્રેમ, સૌહાર્દ અને સામાજિક સમરસતા તથા બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે.' જન્માષ્ટમીનાં તહેવારને લઈ રાજ્યભરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ

રાજ્યભરનાં મંદિરોમાં લાઇટિંગ શૉ, વિશેષ શણગાર

''શ્રી કૃષ્ણ જન્મોત્સવ' ની ઉજવણીને લઈ શ્રીકૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાનુડાનાં જન્મને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરોને પણ લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અરવલ્લીમાં શામળાજી મંદિરે (Shamlaji Temple) લાઇટિંગ શૉનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાઇટિંગ શૉમાં કૃષ્ણ લીલા, મંત્રોનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત, દ્વારકામાં (Dwarka) પણ મંદિર અદ્ભુત રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. દ્વારકામાં ત્યારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે રાજ્યભરના શ્રીકૃષ્ણ મંદિરોમાં વિશેષ શણગાર, પૂજાનું આયોજન કરાયું છે.

 આ પણ વાંચો - Rain in Gujarat : રાજકોટ, નવસારી, વલસાડ સહિત આ જિલ્લાઓમાં 7 ઇંચ સુધી ખાબક્યો, જાણો ક્યાં કેટલો વરસાદ ?

Tags :
Advertisement

.