Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu-Kashmir: કુપવાડામાં અંધાધૂંધ ફાયરિંગ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીને ઘેરી લીધા

Jammu-Kashmir:જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir )ના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચલાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 આતંકવાદીઓના એક જૂથને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે....
jammu kashmir  કુપવાડામાં અંધાધૂંધ ફાયરિંગ  સુરક્ષા દળોએ 3 આતંકવાદીને ઘેરી લીધા
Advertisement

Jammu-Kashmir:જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir )ના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચલાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 આતંકવાદીઓના એક જૂથને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. એવી આશંકા છે કે આ જૂથ LOCથી ઘૂસણખોરી કર્યું છે કારણ કે આ વિસ્તાર LOCને અડીને આવેલો છે.

પુંછમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો

સુરક્ષા દળોને કુપવાડાના લોલાબના ટ્રુમખાન વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિ અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી ગોળીબાર સાથે એન્કાઉન્ટર શરૂ થયું. હાલમાં બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છેસુરક્ષા દળો પણ જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહ્યા છે.મંગળવારે પૂંચ જિલ્લામાં એલઓસી (LineofControl) પર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.જેને આતંકવાદીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગેની માહિતી વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા આપવામાં આવી છે.

Advertisement

Advertisement

બટ્ટલ સેક્ટરમાં આતંકીઓએ નાપાક કૃત્ય કર્યું

વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું છે કે આતંકવાદીઓએ બટાલ સેક્ટરમાં સવારે 3 વાગ્યે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સતર્ક સેનાના જવાનોએ તરત જ કાર્યવાહી કરી અને ગોળીબાર શરૂ કર્યો. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેનો સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો હતો. આ રીતે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો.

સુરક્ષાદળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે

જણાવવામાં આવી રહ્યું છે કે ભારે ગોળીબાર વચ્ચે જવાનોએ આતંકીઓને પીછેહઠ કરવા મજબૂર કર્યા પરંતુ એક જવાન ઘાયલ થયો. તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.ગઈકાલે જમ્મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ લશ્કરી ચોકી અને ગ્રામ રક્ષા દળના સભ્યના ઘર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જવાનોને આ વાતનો હવાલો મળતા જ તેમણે ચાર્જ સંભાળી લીધો અને આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરી દીધું.

આ પણ  વાંચો  -'Andhra Pradesh માં ખુશીની લહેર, PM મોદીનો આભાર...', જાણો ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું...

આ પણ  વાંચો -IAS Divya Mittal: ભાજપ નેતાએ કરાવી IAS ની બદલી, કારણ જાણીને ચોંકી જશો!

આ પણ  વાંચો  -સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 'NEET UG પરીક્ષા ફરી નહીં યોજાય'

Tags :
Advertisement

.

×