ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISRO ના Chandrayaan-3 mission ના વૈજ્ઞાનિકોને અમેરિકામાં મળ્યો ખાસ એવોર્ડ

Chandrayaan-3 mission: ભારતના ચંદ્રયાન-3 મિશનની અત્યારે વિશ્વભરમાં ચર્ચા અને પ્રસંશાઓ થઈ રહીં છે. હાલ પણ ચંદ્રયાન-3 ને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવના વૈજ્ઞાનિકોની અમેરિકામાં ભારે પ્રસંશા થઈ રહીં છે. ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને અવકાશ...
05:48 PM Apr 10, 2024 IST | VIMAL PRAJAPATI
Chandrayaan-3 mission

Chandrayaan-3 mission: ભારતના ચંદ્રયાન-3 મિશનની અત્યારે વિશ્વભરમાં ચર્ચા અને પ્રસંશાઓ થઈ રહીં છે. હાલ પણ ચંદ્રયાન-3 ને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવના વૈજ્ઞાનિકોની અમેરિકામાં ભારે પ્રસંશા થઈ રહીં છે. ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત 2024 જ્હોન એલ. 'જેક' સ્વિગર્ટ જુનિયર એવોર્ડ મળ્યો છે. કોલોરાડોમાં વાર્ષિક સ્પેસ સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) વતી હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે પ્રેરણારૂપ છે

સ્પેશ ફાઉન્ડેશન દ્વારા મળતી વિગતો પ્રમાણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ તરીકે, ISRO એ વિકસિત મિશન ચંદ્રયાન-3 માનવતાની અવકાશ સંશોધન આકાંક્ષાઓને સમજણ અને સહકાર માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તરે છે. સ્પેસ ફાઉન્ડેશનના સીઈઓ હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે પ્રેરણારૂપ છે.’ ભારત હવે પોતાની છાપ અવકાશમાં પણ પાડી રહ્યું છે અને તેનું ઉદાહારણ ચંદ્રયાન-3 મિશન છે.

આ બાબતે વધુ વિગતો આપતા હીદર પ્રિંગલે કહ્યું કે, ‘સમગ્ર ચંદ્રયાન-3 ટીમના અગ્રણી કાર્યથી અવકાશ સંશોધનનું સ્તર ફરી ઊંચું આવ્યું છે. તેમનું અદ્ભુત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક નમૂનો છે. અભિનંદન અને તમે આગળ શું કરશો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી

વિશ્વભરમાં ભારતની થઈ રહીં છે પ્રસંશા

તમને જણાવી દઈએ કે, ભારતે 2023ના ઓગસ્ટ મહિનામાં મિશન ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક 'સોફ્ટ લેન્ડિંગ' કરીને ઈતિહાસ રચ્યો હતો. નોંધનીય છે કે, ભારત ચંદ્રના આ ક્ષેત્ર પર ઉતરવાવાળો વિશ્વનો આ પહેલો દેશ બની ગયો છે. ભારતની સફળતાથી વિશ્વભરમાં ભારે પ્રસંશાઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતની તાકાત અને આવડત પર અત્યારે કોઈ શંકા કરી શકાય તેમ નથી. કારણ કે, ભારતે પોતાની આવડત અને જ્ઞાનથી વિશ્વભરના દેશોને બતાવી દીધું છે કે, ભારત શું છે અને શુ કરી શકે છે?

આ પણ વાંચો: Kashmir: કાશ્મીરની દશા અને દિશા બદલાઈ, આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા 35 વર્ષે ખુલ્યા

આ પણ વાંચો: Ram Mandir: 21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા, નક્સલવાદીઓએ કરાવ્યા હતા બંધ

આ પણ વાંચો: BJP New Song : ‘એટલે જ દરેક મોદીને પસંદ કરે છે’, ભાજપે 12 ભાષાઓમાં નવું ગીત રજૂ કર્યું…

Tags :
Chandrayaan-3Chandrayaan-3 MissionChandrayaan-3 Mission NewsChandrayaan-3 new imageChandrayaan-3 scientistschandrayaan-3 updateISROisro chandrayaan 3isro chandrayaan 3 missionISRO Chiefisro chief newsnational newsVimal Prajapati
Next Article