Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan 3 મિશનમાં ISRO ને મળી મોટી સફળતા, યાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત થયું

Chandrayaan-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત થયું હવે ચંદ્રયાન ચંદ્રની ચારે તરફ અંડાકાર કક્ષામાં ભ્રમણ કરશે ચંદ્રની 5 ભ્રમણ કક્ષા બદલીને મિશન તેના આગલા પડાવમાં પહોંચશે Chandrayaan 3 Lunar Orbit Injection: ભારતના મહત્વકાંક્ષી મિશન Chandrayaan-3 એ ચંદ્રની બાહ્ય કક્ષા પકડી લીધી...
chandrayaan 3 મિશનમાં isro ને મળી મોટી સફળતા  યાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત થયું
  • Chandrayaan-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત થયું
  • હવે ચંદ્રયાન ચંદ્રની ચારે તરફ અંડાકાર કક્ષામાં ભ્રમણ કરશે
  • ચંદ્રની 5 ભ્રમણ કક્ષા બદલીને મિશન તેના આગલા પડાવમાં પહોંચશે

Chandrayaan 3 Lunar Orbit Injection: ભારતના મહત્વકાંક્ષી મિશન Chandrayaan-3 એ ચંદ્રની બાહ્ય કક્ષા પકડી લીધી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની ચારે તરફ 166 km x 18054 કિમીની અંડાકાર કક્ષામાં ભ્રમણ કરશે. ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રમાના ઓર્બિટને પકડવા માટે લગભગ 20 થી 25 મિનિટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યુંય આ સાથે જ ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટિમાં સેટ થઈ ગયું હવે તે તેની ચારેય તરફ ચક્કર લગાવતું રહેશે.

Advertisement

હવે પછીનો પડાવ

ચંદ્રની ભ્રમણ કક્ષામાં ચંદ્રયાન-3ની પ્રવેશવાની આ ઘટનાને લૂનર ઓર્બિટ ઈન્જેક્શ કે ઈંશર્શન (Lunar Orbit Injection or Insertion - LOI) તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રમાંની ચારેય તરફ પાંચ કક્ષાઓ બદલવામાં આવશે. હવે 6 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યાની આસપાસ ચંદ્રયાનની ઓર્બિટને 10 થી 12 હજાર કિમીવાળી ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. 9 ઓગસ્ટની બપોરે પોણા બે વાગ્યા આસપાસ તેની ઓર્બિટને બદલીને 4 થી 5 હજાર કિમીની ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.

ક્યારે થશે લેન્ડિંગ

14મી ઓગસ્ટે બપોરે તે ઘટીને 1000 કિલોમીટર થઈ જશે. પાંચમી ભ્રમણકક્ષાના મૈન્યૂવરમાં તેને 100 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. 17 ઓગસ્ટના રોજ, પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. ડીઓર્બીટીંગ 18 અને 20 ઓગસ્ટના રોજ થશે એટલે કે ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે. લેન્ડર મોડ્યુલ 100 x 35 કિમીની ભ્રમણકક્ષામાં જશે. આ પછી ચંદ્રયાનનું લેન્ડિંગ 23મીએ સાંજે 5.47 કલાકે કરવામાં આવશે. પરંતુ હજુ 18 દિવસની યાત્રા બાકી છે.

Advertisement

કેવી રીતે થશે લેન્ડ?

ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવા માટે ચંદ્રયાન-3 ની ઝડપ લગભગ 3600 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી હતી કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં છ ગણું ઓછું છે. જો વધુ ઝડપ હોત તો ચંદ્રયાન તેને પાર કરી જાય અને આ માટે ISRO ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનની ઝડપ 2 અથવા 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી ઘટાડી દીધી છે. આ ઝડપને કારણે તે ચંદ્રની ભ્રમણકક્ષાને પકડવામાં સફળ રહ્યું. હવે ધીમે-ધીમે ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે અને તેને દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવામાં આવશે.

આ પણ વાંચો : CHANDRAYAAN -3 એ પૂર્ણ કરી બે તૃતીયાંશ સફર, ઈસરોએ કહ્યું- કાલે કસોટીની ઘડી, આવી શકે છે આ મુશ્કેલીઓ!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.