Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan 3 મિશન સફળ થશે કે નહી? જાણો શું કહ્યું ISRO ના પૂર્વ ચીફે

K Sivan on Chandrayaan 3 : ભારતે પોતાના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 મિશનમાં કોઈ કસર છોડી નથી. મિશન હાલ પોતાના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના પૂર્વ ચીફ કે સિવને આ વખતે ભરોસો વ્યક્ત કર્યો છે કે...
chandrayaan 3 મિશન સફળ થશે કે નહી  જાણો શું કહ્યું isro ના પૂર્વ ચીફે

K Sivan on Chandrayaan 3 : ભારતે પોતાના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 મિશનમાં કોઈ કસર છોડી નથી. મિશન હાલ પોતાના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના પૂર્વ ચીફ કે સિવને આ વખતે ભરોસો વ્યક્ત કર્યો છે કે ભારત ચાંદ પર લેન્ડ કરવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-2 પરથી ઈસરોએ ઘણી શીખ લીધી છે અને આ વખતે અમને સફળતા મળશે.

Advertisement

જુની ભૂલમાંથી શિખ્યા

સિવને કહ્યું કે, ચંદ્રયાન-2ના લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન મળેલા ડેટાનું અમે વિશ્લેષણ કર્યું છે. આ ડેટા બાદ અમે ઘણી ટેક્નોલોજી બદલાવી છે અને અપડેટ કરી છે. માત્ર અપડેટ જ નહી પણ તેનાથી વધારે સુધારો કર્યો છે. જ્યાં ક્યારેક માર્જીન ઓછું હતું તો ત્યાં અમે માર્જીન વધાર્યું છે.

સફળતાનો વિશ્વાસ

આ સિવાય સેન્સર કામ નહોતું કરી રહ્યું તેમાં પણ મોટો સુધારો કર્યો છે. ગત વખતના મિશનથી અમે આ બોધપાઠ લીધો છે. આ વખતે સિસ્ટમ ચંદ્રયાન-2માંથી મળેલા બોધ બાદ વધારે અપડેટ છે. તેથી સિસ્ટમ વધારે અપગ્રેડ છે અને અમને આશા છે કે આ વખતે અમને સફળતા મળશે.

Advertisement

ક્યારે થશે લેન્ડ

ઈસરો ચંદ્રમા પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસરોએ રવિવારે કહ્યું કે, રોવરની સાથે લેન્ડર મોડ્યૂલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાક આસપાસ ચંદ્રમાની સપાટી પર લેન્ડ થવાની શક્યતા છે.

Advertisement

ચંદ્રયાન-2 મિશન

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં જ્યારે ચંદ્રયાન-2 મિશન બસ ચાંદની સપાટી પર લેન્ડ કરવાનું હતું એવા સમયે જ લેન્ડર વિક્રમનું ક્રેશ લેન્ડિંગ થઈ ગયું. આ દરમિયાન ઈસરો ચીફ કે. સીવન હતા. આ મિશનને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પહોંચ્યા હતા. મિશનના અસફળ થયા બાદ કે. સિવન રડી પડ્યા હતા.

આ પણ વાંચો : ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે મોકલી ચંદ્રની વધુ કેટલીક તસવીરો, 23 તારીખે સાંજે 6 વાગ્યેને 4 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.