Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાન-2એ ચંદ્ર પર આર્ગોન-40 ગેસની કરી શોધ, આગળના સંશોધનોમાં રહેશે સરળતા

ભારતને અવકાશમાં વધુ એક સફળતા મળી છે. એક્સોસ્ફિયરમાં આર્ગોન-40 ગેસ મળવાથી ચંદ્રના બાહ્ય વર્તુળને સમજવામાં મદદ મળશે. ઉપરાંત, તેની સપાટીથી દસેક મીટરની અંદર થતી કિરણોત્સર્ગી પ્રવૃત્તિઓનો વધુ સચોટ અંદાજ લગાવી શકાય છે. 1972માં મોકલવામાં આવેલ અમેરિકન મિશન એપોલો 17, ચંદ્ર પર ઓર્ગન-40 ની પુષ્ટિ કરનાર પ્રથમ હતું.ભારતના ચંદ્રયાન-2 મિશનના ભ્રમણકક્ષાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે, આર્ગોન-40 ગેસ ચંà
ચંદ્રયાન 2એ ચંદ્ર પર આર્ગોન 40 ગેસની કરી શોધ  આગળના સંશોધનોમાં રહેશે સરળતા
ભારતને અવકાશમાં વધુ એક સફળતા મળી છે. એક્સોસ્ફિયરમાં આર્ગોન-40 ગેસ મળવાથી ચંદ્રના બાહ્ય વર્તુળને સમજવામાં મદદ મળશે. ઉપરાંત, તેની સપાટીથી દસેક મીટરની અંદર થતી કિરણોત્સર્ગી પ્રવૃત્તિઓનો વધુ સચોટ અંદાજ લગાવી શકાય છે. 1972માં મોકલવામાં આવેલ અમેરિકન મિશન એપોલો 17, ચંદ્ર પર ઓર્ગન-40 ની પુષ્ટિ કરનાર પ્રથમ હતું.
ભારતના ચંદ્રયાન-2 મિશનના ભ્રમણકક્ષાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે, આર્ગોન-40 ગેસ ચંદ્રના સૌથી બહારના આવરણ (એક્સોસ્ફિયર)માં ફેલાયેલો છે. આ ઘટસ્ફોટથી, ચંદ્રની સપાટી વિશે નવી માહિતી પ્રાપ્ત થશે અને અભ્યાસમાં મદદ કરશે. ઈસરોએ મંગળવારે કહ્યું કે જો કે ચંદ્ર પર આ ગેસની હાજરી પહેલા મળી હતી, પરંતુ તાજેતરની શોધ એ પ્રકારના વિસ્તારની છે જેની વૈજ્ઞાનિકોએ અગાઉ ક્યારે પણ કલ્પના કરી ન હતી.આ શોધ ચંદ્રના એટમોસ્ફેરિક કમ્પોઝિશન એક્સપ્લોરર-2 (ચેઝ-2) દ્વારા ઓર્બિટર પર કરવામાં આવી છે. તે માસ સ્પેક્ટ્રોમીટર સાધન છે અને આ સાધનનો ઉપયોગ તત્વોની ઘનતા, તેમના મૂળભૂત રાસાયણિક અને પરમાણુઓની રચના વગેરે માપવા માટે થાય છે. ઈસરોની નવી શોધ અંગેનો અહેવાલ વૈજ્ઞાનિક જર્નલ જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયો હતો.
ચંદ્રયાન-2 મિશન હેઠળ 2019માં લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવાના હતા, પરંતુ મિશનનો તે ભાગ નિષ્ફળ ગયો હતો. મિશનનો પ્રથમ ભાગ, તેનું ઓર્બિટર, સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. તેમાં રહેલા સાધનો ઓછામાં ઓછા 7 વર્ષ સુધી ચંદ્ર પર વિવિધ સંશોધનો કરવાનું ચાલુ રાખશે. ISRO આ વર્ષના અંતમાં ચંદ્રયાન-3 મિશન પણ મોકલી શકે છે.
નવા સંશોધનથી શું થશે ફાયદો 
ઈસરોના જણાવ્યા અનુસાર, એક્સોસ્ફિયરમાં આર્ગોન-40 ગેસ મળવાથી ચંદ્રના બાહ્ય વર્તુળને સમજવામાં મદદ મળશે. ઉપરાંત, તેમની સપાટીથી દસેક મીટરની અંદર થતી કિરણોત્સર્ગી પ્રવૃત્તિઓનો વધુ સચોટ અંદાજ લગાવી શકાય છે. ચેઝ-2માં પણ અજ્ઞાત કારણોસર આર્ગોન-40 ગેસમાં વધારો જોવા મળ્યો છે. જેમનું કારણ ચંદ્ર પર ભૂકંપ અથવા બીજું કંઈક હોઈ શકે છે, તેને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર પડશે.
આ પહેલા પણ  ઓર્ગન-40 ગેસની પુષ્ટિ થઇ હતી 
ઈસરોના જણાવ્યા મુજબ વર્ષ 1972માં મોકલવામાં આવેલ અમેરિકન મિશન એપોલો 17, ચંદ્ર પર ઓર્ગન-40 ગેસની પુષ્ટિ કરી હતી જે  ચંદ્રના વિષુવવૃત્તીય પ્રદેશમાં જ જોવા મળ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.