Hamas એ અમેરિકાના મૂળ 6 નાગરિકોને માર્યા, જો બિડેને કહ્યું કે...
Hersh Goldberg-Polin સહિત છ બંધકોની હત્યા કરાઈ
બંધકોને પરત લાવવા માટે સૈન્ય કાર્યવાહીની જરૂર
યુવાનની ગોપનીયતા રાખવા પર અનુરોધ કરાયો
israeli american hostage : તાજેતરમાં Hamas ના આતંકવાદીઓએ ગાઝામાં 6 ઈઝરાયેલ-અમેરિકન બંધકોને મારી નાખ્યા છે. ઈઝરાયેલની સેનાએ આ તમામના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઈઝરાયેલી-અમેરિકન યુવાન Hersh Goldberg-Polin ના માતાપિતાએ આજે સવારે પુષ્ટિ કરી કે તેમના પુત્રની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે. જેઓ તેને ગાઝા પટ્ટીમાં બંધક બનાવી રહ્યા હતાં. યુવાનના માતા-પિતા છેલ્લા એક મહિનાથી તેના દીકરા માટે મુહિમ ચલાવી રહ્યા હતાં.
Hersh Goldberg-Polin સહિત છ બંધકોની હત્યા કરાઈ
તો આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, Hamas ને કિંમત ચૂકવવી પડશે. ગત વર્ષે Hamas ના આતંકવાદીઓએ દક્ષિણ ઇઝરાયેલમાં એક મ્યુઝિક ફેસ્ટિવલ પર હુમલો કર્યો હતો અને Hersh Goldberg-Polin અને કેટલાક અન્ય લોકોને બંધક બનાવ્યા હતાં. કેલિફોર્નિયાના બર્કલેના રહેવાસી Hersh Goldberg-Polin ને ગ્રેનેડ હુમલામાં ડાબો હાથ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ઇઝરાયેલમાં Hamas ના બંધકોને મુક્ત કરવાની માંગ સાથે વિરોધ થયો હતો.
આ પણ વાંચો: MPox ને લઈને UNICEF સતર્ક, WHO ના સહયોગથી અસરગ્રસ્ત દેશોને રસી મળશે...
બંધકોને પરત લાવવા માટે સૈન્ય કાર્યવાહીની જરૂર
Hersh Goldberg-Polin સહિત છ બંધકોની હત્યા કરવામાં આવી છે. બાકીના બંધકોના ઘરે સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર સમાધાન કરવા માટે દબાણ વધારવાની અપેક્ષા છે. નેતન્યાહુએ આ ડીલ પર કડક વલણ અપનાવતા કહ્યું કે બંધકોને પરત લાવવા માટે સૈન્ય કાર્યવાહીની જરૂર છે. યુએસ પ્રમુખ જો બિડેન, જેઓ Hersh Goldberg-Polin aના માતા-પિતાને મળ્યા છે.
યુવાનની ગોપનીયતા રાખવા પર અનુરોધ કરાયો
ઇઝરાયલી દળોએ ગાઝા પટ્ટીમાં એક ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ મળી આવ્યા હોવાની જાહેરાત કર્યા બાદ Hersh Goldberg-Polin ના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. આ બંધકોમાં Hersh Goldberg-Polin પણ સામેલ છે. તે ઉપરાંત ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા યુવાનની ગોપનીયતા રાખવા પર અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: US માં ઘરો પર પ્લેન પડ્યું, ઘણા લોકોના મોત, Video Viral