Israel War : Hezbollah નો અંત નક્કી, ઉત્તરાધિકારી પણ માર્યો ગયો... Video
- PM નેતન્યાહુએ વીડિયો સંદેશ જાહેર કર્યો
- 'નસરાલ્લાહના ઉત્તરાધિકારી માર્યા ગયો - PM નેતન્યાહુ
- હિઝબુલ્લાહ નબળું પડ્યું છે' - PM નેતન્યાહુ
ઇઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહી છે. લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન ઈઝરાયેલ (Israel)ના PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈઝરાયલી દળોએ માર્યા ગયેલા હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે.
PM નેતન્યાહુએ વીડિયો સંદેશ જાહેર કર્યો...
PM બેન્જામિન નેતન્યાહુએ પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, અમે હિઝબુલ્લાહની ક્ષમતાઓ ઘટાડી દીધી છે. અમે તેના અનુગામી હસન નસરાલ્લાહ સહિત હજારો આતંકવાદીઓને મારી નાખ્યા છે. વિડિયો સંદેશમાં નેતન્યાહુએ લેબનોનના લોકોને સંબોધિત કરીને પોતાને હિઝબુલ્લાહથી મુક્ત કરવા કહ્યું. તેણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલ (Israel)ને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.
This is a message to the people of Lebanon: pic.twitter.com/btMQR0Xwtn
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 8, 2024
આ પણ વાંચો : આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે
'હિઝબુલ્લાહ નબળું પડ્યું'
ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહહ અત્યારે નબળું પડ્યું છે. તેમણે લેબનીઝ લોકોને પરિવર્તનની તક ઝડપી લેવા અપીલ પણ કરી હતી. નેતન્યાહુએ કહ્યું કે હવે તમે તમારો દેશ પાછો લઈ શકો છો અને તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર પાછા લાવી શકો છો.
આ પણ વાંચો : આ દેશના સૈનિકો ગરદનમાં તીક્ષ્ણ પીનની નીવે સરહદની રક્ષા કરે છે
ઈઝરાયેલ પાસે માહિતી હતી...
નેતન્યાહુ પહેલા રક્ષા મંત્રી યોવ ગાલાંટે પણ હાશેમ સફીઉદ્દીનના મોતનો દાવો કર્યો હતો. તેણે લેબનોનની રાજધાની બેરૂતમાં ગયા અઠવાડિયે થયેલા હવાઈ હુમલા દરમિયાન સફીદીનના મૃત્યુ વિશે વાત કરી હતી. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ જાણતું હતું કે સફીદીન હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલયમાં હતો ત્યારે યુદ્ધ વિમાનોએ તેના પર બોમ્બમારો કર્યો હતો.
આ પણ વાંચો : Israel નું વધુ એક Mission Complete, Hezbollah ના ટોપના કમાન્ડરનું મોત