Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Gaza War : માનવતા મરી પરવારી, દુનિયાની તાકતો આ યુદ્ધને માત્ર જોઇ રહી, હજારો માર્યા ગયા

Israel Gaza War : પેલેસ્ટાઈનના ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ હમાસના હુમલાથી શરૂ થયું હતું. હમાસે તેની શરૂઆત કરી હતી પરંતુ પેલેસ્ટાઈનના સામાન્ય લોકોને તેનો ભોગ બનવું પડી રહ્યું છે....
israel gaza war   માનવતા મરી પરવારી  દુનિયાની તાકતો આ યુદ્ધને માત્ર જોઇ રહી  હજારો માર્યા ગયા

Israel Gaza War : પેલેસ્ટાઈનના ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ હમાસના હુમલાથી શરૂ થયું હતું. હમાસે તેની શરૂઆત કરી હતી પરંતુ પેલેસ્ટાઈનના સામાન્ય લોકોને તેનો ભોગ બનવું પડી રહ્યું છે. હવે ઇઝરાયેલ માનવતાના હિતમાં યુદ્ધ કરી રહ્યું છે તે સાબિત કરવા માટે તેની તરફથી દલીલો કરવામાં વ્યસ્ત છે. ઇઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગાઝા પટ્ટી એક સમયે 23 લાખ લોકોનું ઘર હતું જ્યા હવે માત્ર બરબારદીના ચિન્હો જ જોવા મળી રહ્યા છે.

Advertisement

ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા અને તોપમારો વધુ તીવ્ર બન્યો

આજે દુનિયાના તમામ દેશ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને જોઇ રહ્યુ છે. જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે માત્ર બરબાદી જ જોવા મળે છે, વિનાશ થાય છે, નિર્દોશ લોકો જીવ ગુમાવે છે અને હજારો પરિવારો બેઘર થઈ જાય છે. ઈઝરાયેલના બોમ્બમારા બાદ ગાઝામાં પણ આ જ થઈ રહ્યું છે. જ્યાં ગાઝાના લોકોને અંધાધૂંધ મારવામાં આવી રહ્યા છે. આ યુદ્ધને 2 મહિનાથી પણ વધુ સમય વિતી ચુક્યો છે પણ હજુ શાંતિના માર્ગે જવાના બદલે યુદ્ધના કારણે સર્જાયેલા ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગત શનિવારે ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા અને તોપમારો વધુ તીવ્ર બનાવ્યો હતો. સુરક્ષા પરિષદના બહુમતી સભ્યો અને અન્ય કેટલાક દેશો દ્વારા સમર્થન હોવા છતાં, માનવતાવાદી ધોરણે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગણી કરતા યુએનના ઠરાવ સામે યુ.એસ.એ વીટોનો ઉપયોગ કર્યાના એક દિવસ પછી આ હુમલાઓ થયા છે. ભારે બોમ્બમારા વચ્ચે ઇઝરાયેલી દળોએ 7 ઓક્ટોબરથી ગાઝા પટ્ટીને ઘેરી લીધી છે. હાલમાં ગાઝા પટ્ટી પાણી, વીજળી અને ઇંધણના પુરવઠા પર નિર્ભર છે. ઘણી હોસ્પિટલો પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે અને હોસ્પિટલોમાં દવાઓ, રક્ત ઉત્પાદનો અને તબીબી પુરવઠો તેમજ આરોગ્ય કર્મચારીઓની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

70 ટકા મહિલા અને બાળકો સહિત 17000 થી વધુ લોકોના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધમાં ગાઝામાં 70 ટકા મહિલાઓ અને બાળકો સહિત 17,100 થી વધુ લોકો માર્યા ગયા છે. 46,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મૃત્યુ અને ઘાયલોની સંખ્યા ઘણી વધી શકે છે. યુએન પેલેસ્ટિનિયન શરણાર્થી એજન્સીએ જણાવ્યું હતું કે, ગાઝાની 85 ટકા વસ્તીવાળા 19 લાખ લોકો પણ વિસ્થાપિત થયા છે. ગાઝામાં યુએનઆરડબ્લ્યુએ બાબતોના નિર્દેશક થોમસ વ્હાઇટે ટ્વિટર પર લખ્યું, "ગાઝા સંપૂર્ણ પતનની આરે છે." સહાય એજન્સી પાસે પુરવઠો સમાપ્ત થઈ રહ્યો છે. આશ્રયસ્થાનો ક્ષમતા કરતાં ચાર ગણા છે, અને જબરજસ્ત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી સહાય નથી અને માનવતાવાદી કામગીરી અવ્યવસ્થિત છે. એજન્સીએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે મધ્ય ગાઝામાં 2,000 લોકોને રાખવા માટે રચાયેલ યુએન શરણાર્થી આશ્રયસ્થાનમાં 37,900 વિસ્થાપિત લોકો આજે રહેવા માટે મજબૂર છે.  ઇઝરાયેલે નાગરિકોને માર્યા જવાથી બચવા માટે સલામત વિસ્તારોમાં ખસી જવાની ચેતવણી આપી છે કારણ કે તેના સંરક્ષણ દળો હમાસ, ISIS-ગાઝા નામને પૃથ્વી પરથી હટાવી નાખવા માગે છે. પરંતુ, યુએન માનવતાવાદી મેજર માર્ટિન ગ્રિફિથ્સે X પર લખ્યું હતું કે, ગાઝામાં કોઇ પણ સુરક્ષિત નથી. હોસ્પિટલ નથી, આશ્રયસ્થાન નથી અને શરણાર્થી શિબિરો પણ નથી.

Advertisement

કોઈ સુરક્ષિત નથી, ન તો બાળકો, ન આરોગ્ય કર્મચારીઓ

કોઈ સુરક્ષિત નથી. ન તો બાળકો, ન આરોગ્ય કર્મચારીઓ, ન માનવતાવાદીઓ. સહાય એજન્સીઓએ એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે હાલના શરણાર્થી શિબિરોમાં ખોરાક અને પાણી જેવા મૂળભૂત સંસાધનોનો અભાવ છે, જે ચેપ અને રોગનું જોખમ વધારે છે. અલ-મવાસી, દક્ષિણ ગાઝાનો વિસ્તાર કે જે યુકેના હીથ્રો એરપોર્ટ કરતાં નાનો છે. જ્યાં ઇઝરાયેલે 18 લાખ પેલેસ્ટાઈનીઓને જવા માટે મજબૂર કર્યા છે. યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરને બીબીસી દ્વારા ટાંકતા કહ્યું હતું કે, "જો તમે લોકોને બળજબરીથી બહાર કાઢવા જઈ રહ્યા છો, તો તમે લાખો લોકોને એવા સ્થળોએ મોકલી શકતા નથી જ્યાં પાણી નથી અને શૌચાલય નથી." હુ તે દરેક ખૂણે ગયો, ત્યાં 5,000 અન્ય લોકો હતા જેઓ રાત્રીના સમયે દેખાતા હતા. તેમની પાસે એક પણ શૌચાલય નથી કે પાણીનું એક ટીપું પણ નથી."

પાણી નથી, સુવિધાઓ નથી, કોઈ આશ્રય નથી, સ્વચ્છતા નથી

આ ઉજ્જડ જમીનના નાના ટુકડા છે. તેમની પાસે પાણી નથી, સુવિધાઓ નથી, ઠંડીથી બચવા માટે કોઈ આશ્રય નથી, સ્વચ્છતા નથી. ગાઝામાં તેમણે જે ડૉક્ટર સાથે વાત કરી તેમના અનુસાર, 'સુરક્ષિત વિસ્તારો રોગના વિસ્તારો બની જશે.' યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, 'આશ્રયસ્થાનોમાં શરણાર્થીઓની સતત વધી રહેલી સંખ્યા 'અસ્વચ્છ પરિસ્થિતિઓથી પીડાઈ રહી છે અને તેઓ ખોરાક અને પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે શ્વસન ચેપ, ખંજવાળ, કમળો અને ઝાડા વધી રહ્યા છે.

ઇઝરાયેલનું આ પગલું દુનિયામાં વિનાશ લાવશે

ઇઝરાયેલે યુદ્ધમાં AI ટેક્નોલોજીની મદદથી હમાસને ખતમ કરવાનું શરૂ કર્યું છે. AI એક એવી ટેક્નોલોજી છે જેની મદદથી તે હમાસના આતંકવાદીઓને શોધીને મારી નાખે છે. યુદ્ધમાં AI ટેક્નોલોજીના આગમનથી વિશ્વમાં યુદ્ધનો ચહેરો બદલાઈ ગયો છે. ઘણા નિષ્ણાતો ઇઝરાયેલના આ પગલાની આકરી ટીકા કરી રહ્યા છે કારણ કે ભલે આ રોબોટિક ટેક્નોલોજી તેને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી રહી છે અને તેના સૈનિકોને આરામ આપી રહી છે, પરંતુ તે ભવિષ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. AI એ એક મશીન છે જે સૂચનાઓને અનુસરીને તેનું કામ કરે છે. જો તેમાં કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો તે ભારે વિનાશ લાવી શકે છે.

દુનિયાના તાકતવર દેશ માત્ર જોઇ રહ્યા

ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે આજે દુનિયામાં ઘણા દેશ છે કે જે પોતાની તાકતથી તેને રોકી શકે છે. પણ શું ખરેખર તે રોકવા માંગતા હતા ? જે પ્રમાણે 2 મહિનાથી આ યુદ્ધ ચાલી રહ્યું હતું તે જોતા તો એવું લાગે છે કે કોઇને આ યુદ્ધ રોકવામાં રસ નથી. માત્ર બધા જોઇ જ રહ્યા છે. પછી તે અમેરિકા હોય કે ચીન કે પછી રશિયા. જો ખરેખર આ યુદ્ધને રોકવાની જ ઇચ્છા આમાંથી કોઇ દેશે રાખી હોત તો શું આ યુદ્ધ બંધ ન થાય ? બની જ  શકે કે આ યુદ્ધને કોઇ તાકતવર દેશ રોકવા માંગે તો તે બંધ થઇને જ રહે. કડવી સચ્ચાઇ તો તે જ છે કે સૌ કોઇ માત્ર આ યુદ્ધને થતા જોઇ જ રહ્યા છે. આ યુદ્ધમાં કોઇ પોતાની રોટલી સેકી રહ્યા છે તો કોઇ બદલાની ભાવનાને ધ્યાનમાં રાખી બધુ જ નજરઅંદાજ કરી રહ્યા છે. પણ કહેવાય છે કે, તમે જે કરશો તે જ તમારી સાથે થાય છે. આજે આ યુદ્ધમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. જે આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર છે તે મુઠ્ઠીભર લોકો છે જેના માટે લાખો લોકોને બેઘર થવું પડ્યું છે અને પોતાના સ્વજનોને ગુમાવવા પડ્યા છે. જોવાનું રહ્યું કે આ યુદ્ધ આગળ કેટલા નિર્દોષ લોકોની મોતનું કારણ બને છે.

આ પણ વાંચો - Israel Hamas War : હમાસ ટેડી બિયરમાં સ્નાઈપર્સ અને બોમ્બ છુપાવીને હુમલા કરી રહ્યું છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.