Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાંથી પહેલીવાર ISKP ના મોડ્યૂલનો પર્દાફાશ, ગુજરાત ATSએ પકડેલી આતંકી સુમેરાબાનુનો મોટો ઘટસ્ફોટ

ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં...
11:33 AM Jun 12, 2023 IST | Dhruv Parmar

ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.

ગુજરાત ATSની ટીમએ 9મી જુન 2023ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ અટકાયત કરાયેલા વ્યક્તિઓ ઉબેદ નાસિર મીર, (રહે. 90 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર), હનાન હયાત શૉલ (રહે. 90 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. ઘર નંબર 52/53, નરીબલ, સૌરા, શ્રીનગર) છે. આ સિવાય સુરતની એક મહિલા સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ ISKP ના આ જ મોડ્યુલની સભ્ય છે.

સુરતમાંથી ઝડપાયેલી આતંકવાદી સુમેરાબાનુંએ ATS સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે, હું ફેમિલી કોર્ટના કેસ દરમિયાન કોર્ટની રેકી કરતી હતી. આદેશ મળવાની સાથે જ ફિદાઈન હુમલો કરવા તૈયર હતી. સુરત કોર્ટની સુરક્ષા, જજ અને વકીલોની અવરજવર પર પણ તેની ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. વધુમાં જણાવ્યું કે, તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.

તમને જણાવી દઈએ કે, પોરબંદરથી ધરપકડ કરવામાં આવેલા કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અંગત વિગતો સામે આવી છે. જેમાં દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન્સ ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ માલી આવ્યા હતા. આરોપીઓના કલાઉડ સ્ટોરેજ એકાઉન્ટને એક્સેસ કરતા પોલીસને ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ(આઇએસકેપી)ના પોરબંદરના રેલ્વે સ્ટેશનેથી ઝડપાયેલાં ત્રણ અને સુરતના સૈયદપુરા વિસ્તારમાંથી ઝડપાયેલી સુમેરાબાનુ મલેક નામની મહિલા આતંકવાદી સહિતના ચાર આતંકવાદીઓ માટે ઝુબેર એહમદ મુનશીએ જ નકલી પાસપોર્ટ બનાવ્યા હતા.

આ પણ વાંચો : ‘બિપોરજોય’ વાવાઝોડું નલિયા-માંડવી આસપાસ કરશે લેન્ડફોલ, 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Tags :
ATSGujaratGujarat ATSISKPRathyatraSurat
Next Article