Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Iran ડરી ગયું! કહ્યું, 'મિસાઈલ હુમલો પૂરો થયો, હવે પછી કોઈ બોમ્બમારો નહીં થાય...

ઈરાને ઇઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો હુમલા બાદ ઇઝરાયેલના PM એ આપ્યું નિવેદન ઈઝરાયેલે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી ઈરાને (Iran) મંગળવારે રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી બોમ્બમારો કર્યો હતો. ઈરાન (Iran)ના આ હુમલા બાદ ઈઝરાયેલ ગુસ્સે છે. ઈઝરાયેલે...
iran ડરી ગયું  કહ્યું   મિસાઈલ હુમલો પૂરો થયો  હવે પછી કોઈ બોમ્બમારો નહીં થાય
  1. ઈરાને ઇઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો
  2. હુમલા બાદ ઇઝરાયેલના PM એ આપ્યું નિવેદન
  3. ઈઝરાયેલે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી

ઈરાને (Iran) મંગળવારે રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી બોમ્બમારો કર્યો હતો. ઈરાન (Iran)ના આ હુમલા બાદ ઈઝરાયેલ ગુસ્સે છે. ઈઝરાયેલે ઈરાન (Iran)ને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે અને તેની કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલ અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધની પૂરેપૂરી શક્યતાઓ છે.

Advertisement

હુમલો સમાપ્ત થયો...

ઈઝરાયલ પર મિસાઈલ ફાયર કર્યા બાદ ઈરાન હવે બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે. ઈરાને બુધવારે કહ્યું કે તેની તરફથી કોઈ વધુ ઉશ્કેરણી કરવામાં આવશે નહીં. ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો સમાપ્ત થઈ ગયો છે.

Advertisement

આ પણ વાંચો : Israel Iran War માં અમેરિકાનો પ્રવેશ, બિડેને કહ્યું- અમેરિકા ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપશે

જવાબ આપવામાં આવશે...

આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ પણ કહ્યું છે કે અમે સમય અને સ્થળની પસંદગી કરીશું. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે ઈરાન (Iran)ને છોડશે નહીં. હુમલાઓનો ચોક્કસપણે જવાબ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Iran : પકડો આમને...જિંદા યા મુર્દા.. આ છે..ઈઝરાયેલના 'આતંકવાદીઓ'ની યાદી

ઈરાનમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા...

આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે ઈરાનના સરકારી ટેલિવિઝન પર દેશના અરાક, કૌમ અને તેહરાનમાં લોકોને ઈઝરાયેલ પર મિસાઈલ છોડવાની ઉજવણી કરતા બતાવવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયલના PM નેતન્યાહુએ યુએન ફોરમને કહ્યું હતું કે, ઈરાનમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ઈઝરાયેલ ન પહોંચી શકે, છેલ્લા કેટલાક સમયથી હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે લગભગ દરરોજ ગોળીબાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Netanyahu : ઇરાન....કરારા જવાબ મિલેગા....રેડી રહેના...

Tags :
Advertisement

.