Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રી સાથે યોજાયેલી તબીબોની બેઠકમાં હડતાળ પર લાગ્યું પૂર્ણવિરામ

તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પર રોક લગાવી સ્ટાઇપેન્ડમાં 40 ટકા બાદ આજરોજ 30 ટકાની માગ કરી હતી શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી Gujarat Junior Doctors Protest : આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર...
10:36 PM Sep 03, 2024 IST | Aviraj Bagda
Interns and Junior doctors end their two days strike after meeting with CM

Gujarat Junior Doctors Protest : આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જનઆરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પર રોક લગાવી છે.

સ્ટાઇપેન્ડમાં 40 ટકા બાદ આજરોજ 30 ટકાની માગ કરી હતી

અમદાવાદની (Ahmedabad) BJ મેડિકલ કોલેજનાં 1200 જેટલા જૂનિયર ડોક્ટરોએ ગઈકાલે સ્ટાઇપન્ડ વધારાની માગ સાથે વિરોધ (Junior Doctors Strike) નોંધાવ્યો હતો અને ઇમરજન્સી સેવા અને OPD થી અળગા રહ્યા હતાં. જૂનિયર્સ ડોક્ટરો દ્વારા 40 ટકા સ્ટાઇપન્ડ વધરાવાની માગ કરાઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરકારે સ્ટાઇપન્ડમાં 20 ટકાનો વધારો કર્યો હતો. સ્ટાઇપન્ડમાં વધારાની માગ સાથે જૂનિયર ડોક્ટરો ધરણાં પર ઉતર્યા હતા. જો કે, હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર હવે બદલાયા છે. તેઓ હવે સ્ટાઇપન્ડમાં 30 ટકાના વધારાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gopal Italia એ માહિતીના અભાવે ગુજરાત પોલીસ વિભાગને બદનામ કરવાની કરી કોશિશ

શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી

BJ મેડિકલ કોલેજ પરિસરમાં (BJ Medical College) PG ડોક્ટર્સ એટલે કે જૂનિયર ડોક્ટર્સ હડતાળ (Junior Doctors Strike) પર ઉતર્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે તેમને અપાતા સ્ટાઇપન્ડમાં 40 ટકા સુધીનો વધારો કરવામાં આવે. જોકે, ઓગસ્ટ મહિનામાં સરકારે 20 ટકા સુધીનો વધારો કર્યો હતો. જૂનિયર ડોક્ટરોની હડતાળનાં કારણે ગઈકાલે હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલે ગઈકાલે BJ મેડિકલ કોલેજ (BJ Medical College) પ્રશાસન દ્વારા પોલીસ વિભાગને સરકાર વિરોધી આંદોલન હોવાથી પગલાં લેવા વિનંતી કરાઈ હતી. સાથે જ સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને ફરજિયાત કામ પર હાજર રહેવા જણાવ્યું હતું અને ડૉક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ICG નું હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર થયું ક્રેશ, 2 જવાનો શહીદ

Tags :
Ahmedabad Latest NewsAhmedabad NewsAhmedabad News Todaydoctorsdoctors protestgovernmentGujarat JuniorGujarat Junior Doctors ProtestresidentsstipendstrikeToday news Ahmedabad
Next Article