Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Hockey Team: સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને ઝટકો, આ ખેલાડી થયો બહાર

ભારતીય હોકી ટીમને મોટો ઝટકો અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમવું પડશે Indian Hockey Team:ભારતીય હોકી ટીમે (Indian Hockey Team)પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી...
indian hockey team  સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને ઝટકો  આ ખેલાડી થયો બહાર
  1. ભારતીય હોકી ટીમને મોટો ઝટકો
  2. અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું
  3. ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમવું પડશે

Indian Hockey Team:ભારતીય હોકી ટીમે (Indian Hockey Team)પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં ભારતીય હોકી ટીમનો સામનો જર્મન ટીમ સાથે થશે. પરંતુ આ પહેલા જ ભારતીય હોકી ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય હોકી ખેલાડી અમિત રોહિદાસ (AmitRohidas)પર સેમિફાઇનલ પહેલા એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે સેમિફાઇનલ મેચમાં રમી શકશે નહીં.

Advertisement

ગ્રેટ બ્રિટન સામેની મેચમાં રેડ કાર્ડ મળ્યું

ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જે બાદ ભારતીય ટીમને બાકીની મેચમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. અમિત રોહિદાસ બ્રિટન સામે બોલ સાથે આગળ વધી રહ્યો હતો. પછી તેની લાકડી આકસ્મિક રીતે વિલ કેલાનાનના ચહેરા પર વાગી. જેના પર રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું હતું.

Advertisement

આ પણ  વાંચો -Olympic 2024 : સેમી ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ, ગ્રેટ બ્રિટેનને પેનલ્ટી શૂટઆઉટમાં કર્યું પરાસ્ત

અમિત રોહિદાસ સેમિફાઇનલમાં નહી રમે

ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અમિત રોહિદાસને ગ્રેટ બ્રિટન મેચ દરમિયાન FIH આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે જર્મની સામેની સેમિફાઇનલ મેચમાં ભાગ લેશે નહીં. ભારત માત્ર 15 ખેલાડીઓ સાથે રમશે. પરંતુ હોકી ઈન્ડિયાએ તેમના નિર્ણયને પડકાર્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympics 2024: એક્શનમાં દેખાશે લક્ષ્ય સેન-નિશા દહિયા, આજે બે મેડલની આશા

ભારતીય હોકી ટીમનું ગ્રેટ બ્રિટન સામે શાનદાર પ્રદર્શન

અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યા બાદ ભારતીય હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 10 ખેલાડીઓ સાથે રમી અને જોરદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે રમતનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેણે 22મી મિનિટે જ ગોલ કર્યો હતો. પરંતુ આ પછી ગ્રેટ બ્રિટનના લી મોર્ટને ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. બાદમાં ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ પેનલ્ટી શૂટઆઉટમાં સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે મેચમાં એવું પ્રદર્શન આપ્યું, જે લાંબા સમય સુધી યાદ રહેશે. તેણે બ્રિટિશ ખેલાડીઓને ગોલ કરવાની ઘણી તકો આપી ન હતી. શ્રીજેશના કારણે જ હોકી ટીમ શૂટઆઉટમાં 4-2થી વિજયી સાબિત થઈ હતી.

Tags :
Advertisement

.