Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોકી ઈન્ડિયાએ જુનિયર એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી

હોકી ઈન્ડિયાએ એશિયા કપ જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે. હોકી ઈન્ડિયાએ 23 મેથી 1 જૂન સુધી ઓમાનના સલાલાહમાં યોજાનાર મેન્સ જુનિયર એશિયા કપ 2023 માટે 18 સભ્યોની ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે. ઉત્તમ સિંહને કેપ્ટન...
હોકી ઈન્ડિયાએ જુનિયર એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી

હોકી ઈન્ડિયાએ એશિયા કપ જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે. હોકી ઈન્ડિયાએ 23 મેથી 1 જૂન સુધી ઓમાનના સલાલાહમાં યોજાનાર મેન્સ જુનિયર એશિયા કપ 2023 માટે 18 સભ્યોની ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે. ઉત્તમ સિંહને કેપ્ટન અને બોબી સિંહ ધામીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

Advertisement

આ જુનિયર મેન્સ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે
આ ડિસેમ્બરમાં મલેશિયામાં યોજાનાર જુનિયર મેન્સ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે. આ જુનિયર એશિયા કપ 2023માં ભારતને પાકિસ્તાન, જાપાન, થાઈલેન્ડ અને ચાઈનીઝ તાઈપેની સાથે પૂલ Aમાં જ્યારે કોરિયા, મલેશિયા, ઓમાન, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાનને પૂલ Bમાં રાખવામાં આવ્યા છે. ભારતીય જુનિયર પુરૂષોની ટીમમાં એવા ખેલાડીઓનું અનુભવી મિશ્રણ છે કે જેઓ અગાઉ 2021માં ભુવનેશ્વર, ઓડિશામાં આયોજિત FIH જુનિયર વર્લ્ડ કપની અગાઉની એડિસનની સાથો સાથ 10મો સુલતાન જોહોર કપ 2022માં રમ્યા હતા જેમા ભારતે ખિતાબ જીત્યો હતો. ઉત્તમ સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને બોબી સિંહ ધામીને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Advertisement

મિડફિલ્ડમાં અનુભવી વિષ્ણુકાંત સિંહ જોવા મળશે
મોહિત એચએસ અને હિમવાન સિહાગને ગોલકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે શારદાનંદ તિવારી, રોહિત, અમનદીપ લાકરા, અમીર અલી અને યોગમ્બર રાવત ભારતને ડિફેન્સ કરશે. મિડફિલ્ડમાં અનુભવી વિષ્ણુકાંત સિંહ જોવા મળશે જેમણે તાજેતરમાં રાઉરકેલામાં યોજાયેલી FIH હોકી પ્રો લીગ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સાથે રાજીન્દર સિંઘ, પૂવન્ના સીબી, અમનદીપ અને સુનિત લાકરા જોડાશે જ્યારે બોબી સિંહ ધામી, અરિજિત સિંહ હુંદલ, આદિત્ય લાલગે, ઉત્તમ સિંહ, સુદીપ ચિરમાકો અને અંગદ બીર સિંહને ફોરવર્ડમાં જાળવી રાખવામાં આવ્યા છે.

Advertisement

આ પણ  વાંચો- મહિલા કુસ્તીબાજોની લડાઈ વધુ મુશ્કેલ બનશે, સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.