India Independence Day : મંદિરો 'ભારત માતા કી જય' નાં જયઘોષથી ગૂંજી ઊઠ્યા, ભગવાનને ખાસ શણગાર, જુઓ Photos
India Independence Day : ગુજરાત સહિત દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના વિવિધ મંદિરોમાં પણ આઝાદીનાં પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. 15 મી ઓગસ્ટ નિમિત્તે દ્વારકા (Dwarka), શામળાજી, અંબાજી (Ambaji), પાવાગઢ સહિતના મંદિરોમાં રંગબેરંગી લાઇટો અને તિરંગાનાં રંગે મંદિરોને શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
દ્વારકા :
આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ (India Independence Day) નિમિત્તે દ્વારકાધીશ મંદિરનાં (Dwarkadhish Temple) શિખર ધ્વજ પર તિરંગો લહેરાયો હતો. ભક્તો દ્વારા પ્રથમવાર તિરંગાની ધ્વજા ચડાવવામાં આવી હતી. જ્યારે, મંદિરમાં ભક્તોએ ભગવાનની ભક્તિ સાથે દેશ ભક્તિ પણ બતાવી હતી. 78 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગોમતી ઘાટ (Goamti Ghat) ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભડકેશ્વર યોગ ગ્રૂપ દ્વારા તિરંગો લહેરાવ્યો હતો.
અરવલ્લી :
આજે અરવલ્લીના (Arvalli) યાત્રાધામ શામળાજી (Shamlaji) દેશભક્તિનાં રંગે રંગાયું છે. ભગવાન શામળિયાનાં મંદિરમાં પણ તિરંગા કલર દ્વારા ખાસ શણગાર કરાયો છે. ભગવાનની આસપાસ તેમ જ પિછવાઈમાં તિરંગાનાં કલરનો શણગાર કરાયો છે. ભક્તોએ ભગવાનનાં દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ પણ કરી હતી.
આ પણ વાંચો - Indian Independence Day : દેશભક્તિનાં રંગે રંગાયું ગુજરાત, સમુદ્રમાં ધ્વજવંદન, તિરંગા સાથે દાંડિયા-રાસ, જુઓ Photos
પાવાગઢ :
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં (Shamlaji) માતાજીનાં નિજ મંદિર પરિસરમાં 78 મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માતાજીનાં નિજ મંદિર પરિસરમાં માઈભક્તો દેશભક્તિનાં ગીતો પર મન મૂકીને ઝુમ્યા હતા. માઈભક્તો હાથમાં તિરંગો લઈને ગરબે પણ ઘૂમ્યા હતા. જગતજનની મહાકાળી માતાજીનાં દર્શન સાથે દેશ ભક્તિનાં આહલાદક વાતાવરણમાં માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજકોટ :
રાજકોટનાં (Rajkot) કાગવડ ખાતે આવેલા ખોડલધામ (Khodaldham) પણ દેશ ભક્તિનાં રંગે રંગાયું હતું. મંદિરમાં માતાજીને પણ તિરંગા રંગનો શણગાર કરાયો હતો. ભક્તોએ માતાનાં દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ કરી હતી.
આ પણ વાંચો - Independence Day 2024 : 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' નાં આધારે વિકાસનું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરાયું : CM
જામનગર :
જામનગરમાં (Jamnagar) દેશ અને ધર્મ ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો છે. લાલવાડી વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં (Rameshwar Mahadev Mandir) ભગવાન મહાદેવને તિરંગાનાં રંગે ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. રામેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં મહાદેવને કેસરી, સફેદ અને લીલા કલરનાં ફૂલહારથી શણગાર કરાયો હતો.
જૂનાગઢ :
જૂનાગઢમાં (Junagadh) સાધુ સંતો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ (Bhavnath) સ્થિત ઈન્દ્ર બાપુનાં આશ્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતોએ આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે ઇન્દ્રભારતી બાપુએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
બોટાદ :
સમગ્ર દેશ જ્યારે સ્વતંત્ર પર્વની (India Independence Day) આજે ઉજવણી કરી રહ્યું છે ત્યારે બોટાદ (Botad) જિલ્લાનાં બરવાળા તાલુકાનાં સાળંગપુર (Salangpur) ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ દાદાને તિરંગા રંગેથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેમ જ દાદાનું સિંહાસન 'ગેટવે ઓફ ઇન્ડિયા' ની પ્રતિકૃતિથી બનાવવામાં આવ્યું હતું અને સાથે જ સમગ્ર મંદિર પરિસરમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - VADODARA : ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી