IND vs SA : ટેસ્ટ શ્રેણીમાંથી રુતુરાજ ગાયકવાડની બાદબાકી, આ ખેલાડીને મળી તક
IND vs SA : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝ પર છે. આ સિરીઝ શરૂ થયા પહેલા જ એક ખેલાડીની ટીમમાંથી બાદબાકી થઇ ગઇ છે. ભારતીય ટીમનો યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણીની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ગાયકવાડને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી, જેના પછી તેણે ટેસ્ટ ડેબ્યૂ માટે વધુ રાહ જોવી પડશે. ગાયકવાડની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રુતુરાજ ગાયકવાડ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં 26 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહી છે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં ફેરફાર થયો છે. શનિવારે BCCI એ સત્તાવાર રીતે રુતુરાજ ગાયકવાડને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. ગાયકવાડને વનડે સિરીઝ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી અને એવા અહેવાલો આવ્યા હતા કે તેમનું ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું નિશ્ચિત હતું અને હવે કંઈક આવું જ જોવા મળ્યું હતું. રુતુરાજ ગાયકવાડના સ્થાને દક્ષિણ આફ્રિકામાં રહેલા અભિમન્યુ ઇશ્વરનને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કેબરહામાં 3 મેચની ODI સિરીઝની બીજી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે સિરીઝની છેલ્લી મેચ પણ રમી શક્યો ન હતો.
🚨 NEWS 🚨
Ruturaj Gaikwad ruled out of the #SAvIND Test series.
The Selection Committee has added Rajat Patidar, Sarfaraz Khan, Avesh Khan & Rinku Singh to India A’s squad while Kuldeep Yadav has been released from the squad.
Details 🔽 #TeamIndia
— BCCI (@BCCI) December 23, 2023
BCCI એ રૂતુરાજને બહાર કરવાનો કર્યો નિર્ણય
BCCI એ રૂતુરાજને સ્કેન કરાવ્યા બાદ અને નિષ્ણાત ડોકટરોની સલાહ લીધા બાદ રૂતુરાજને પ્રવાસમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો હતો. રુતુરાજ ટૂંક સમયમાં ભારત પરત ફરશે જ્યાં તે તેની ઈજાની સારવાર અને વાપસી માટે NCAને રિપોર્ટ કરશે. આ સિવાય ફાસ્ટ બોલર હર્ષિત રાણા બેનોનીના વિલોમૂર પાર્કમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી સાઉથ આફ્રિકા A વિરુદ્ધ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ચાર દિવસીય મેચમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ ઈન્ડિયા A ટીમમાં રજત પાટીદાર, સરફરાઝ ખાન, અવેશ ખાન અને રિંકુ સિંહનો સમાવેશ કર્યો છે, જ્યારે કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ગાયકવાડની જગ્યા લેશે આ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ઘણી રીતે અલગ છે, તેવામાં રૂતુરાજ ગાયકવાડને સિરીઝની શરૂઆત પહેલા જ હાથમાં ઈજા થઈ હતી. જેના કારણે તેણે ભારતીય ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. જોકે, હવે BCCIએ તેના સ્થાને બંગાળના વિસ્ફોટક બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરનને તક આપી છે. ઇશ્વરન ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વર્ષ 2022-23 રણજી ટ્રોફીમાં પણ તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં 7મા નંબરે હતો.
કેવું રહ્યું છે અભિમન્યુ ઇશ્વરનનું પ્રદર્શન ?
અભિમન્યુ ઇશ્વરન અત્યાર સુધી બંગાળ માટે 88 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.24ની એવરેજથી 6567 રન બનાવી ચૂક્યો છે. આ સિવાય આ 28 વર્ષના બેટ્સમેને 88 લિસ્ટ A મેચમાં 47.49ની એવરેજથી 3847 રન બનાવ્યા છે. 34 T-20 મેચોમાં તેણે 37.53ની એવરેજથી 976 રન બનાવ્યા છે. ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેના નામે 22 સદી છે, લિસ્ટ Aમાં તેના નામ પર 9 સદી છે, જ્યારે T-20માં તેના નામે 1 સદી છે.
દક્ષિણ આફ્રિકા A સામેની ચાર દિવસીય મેચ માટે અપડેટ કરેલી ભારત A ટીમ
અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), સાંઇ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, નવદીપ સૈની, આકાશ દીપ, વિધાથ કવરપ્પા, માનવ સુથાર, રિંકુ સિંહ.
આ પણ વાંચો - IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધી, IPL 2024 માં કપ્તાન હાર્દિક પંડયાની હાજરી ઉપર પ્રશ્નચિહ્ન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ