ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs PAK : ક્રિકેટ ફેન્સ માટે Good News, આજે છે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

IND vs PAK : ભારત અને પાકિસ્તાનની મેચની ક્રિકેટ ફેન્સ (Cricket fans) હંમેશા રાહ જોઇને બેઠા હોય છે. ત્યારે તેમના માટે આજે આનંદનો દિવસ છે. આજથી મહિલા એશિયા કપ 2024 (Women's Asia Cup 2024) ની શરૂઆત થવા જઇ રહી છે....
04:18 PM Jul 19, 2024 IST | Hardik Shah
IND vs PAK

IND vs PAK : ભારત અને પાકિસ્તાનની મેચની ક્રિકેટ ફેન્સ (Cricket fans) હંમેશા રાહ જોઇને બેઠા હોય છે. ત્યારે તેમના માટે આજે આનંદનો દિવસ છે. આજથી મહિલા એશિયા કપ 2024 (Women's Asia Cup 2024) ની શરૂઆત થવા જઇ રહી છે. જેમા પ્રથમ મેચ ભલે Nepal-UAE વચ્ચે હોય પણ દરેકની નજર બીજી મેચ પર છે જે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દાંબુલાના મેદાન (Dambulla ground) પર રમાવાની છે. બંને દેશ વચ્ચે આજે એટલે કે ગુરુવારે સાંજે 7 વાગ્યે ટક્કર શરૂ થશે.

દામ્બુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે હાઈ વોલ્ટેજ સ્પર્ધા થવાની છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેનું વર્ચસ્વ જાળવી રાખવાની નજર રહેશે. ભારત 7 વખત એશિયા કપ ટ્રોફી જીત્યું છે. બીજી તરફ પાકિસ્તાન એક પણ ટાઇટલ જીતી શક્યું નથી. T20ના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે, જેમાં ભારતે 11માં જીત મેળવી છે. આ સાથે જ એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે છમાંથી પાંચ મેચ જીતી છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આજે શ્રીલંકાના દામ્બુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. મહિલા એશિયા કપ T20 ઇન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચે આ સાતમી મેચ હશે. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પ્રભુત્વનો રેકોર્ડ બનાવ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય મહિલા ટીમે 5 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર એક મેચમાં હાર્યું છે. આના પરથી ભારતીય ટીમનું વર્ચસ્વ જાણી અને સમજી શકાય છે.

T20I માં ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેડ

જો કે, જો આપણે T20 આંતરરાષ્ટ્રીય મેચોની વાત કરીએ તો ત્યાં પણ ભારતીય મહિલા ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બંને ટીમો અત્યાર સુધી 14 વખત T20 ઈન્ટરનેશનલમાં આમને-સામને આવી ચુકી છે, જેમાં ભારતે 11 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર 3 વખત જીત્યું છે. છેલ્લી વખત આ બંને ટીમો દક્ષિણ આફ્રિકામાં 2023 ICC મહિલા T20 વર્લ્ડ કપમાં મળી હતી. ભારતે કેપટાઉનમાં 150 રનનો પીછો કરતા તે મેચ સાત વિકેટ બાકી રહીને સરળતાથી જીતી લીધી હતી.

ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની દાવેદાર છે

ભારતીય ટીમ એશિયા કપ 2024નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારત દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરીને મેદાનમાં ઉતરવા જઈ રહ્યું છે. જ્યારે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને રેણુકા સિંહ ઠાકુર ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, પાકિસ્તાન નિદા દાર, મુનીબા અલી અને નશરા સંધુ સહિતના અન્ય ખેલાડીઓ પાસેથી સારા રમતની આશા રાખશે.

આ પણ વાંચો: દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ 16 વર્ષની ઉંમરે ફટકારી શાનદાર સદી, રચ્યો ઈતિહાસ

Tags :
Asia Cup 2024Asia Cup 2024 ColomboAsia Cup 2024 DambullaGujarat FirstHardik ShahHarmanpreet KaurInd and Pak in Asia CupIND vs PAKIndia vs PakistanIndia Vs Pakistan Head To HeadIndia vs Pakistan Live Cricket SocreIndia vs Pakistan Live ScoreIndia Women vs Pakistan Women Live MatchIndian women's cricket teamINDW vs PAKW Asia Cup 2024 LiveINDW vs PAKW Scorecard LiveLatest Cricket NewsNida DarPakistan women's cricket teamT20 Asia CupToday Women's Asia Cup Match Live
Next Article