ASIA CUP 2024 : ભારતનો પાકિસ્તાન સામે શરમજનક પરાજય
નવી દિલ્હી : અંડર-19 ASIA CUP 2024 ની એક મેચમાં પાકિસ્તાને ભારતને પરાજિત કરી દીધું હતું. પાકિસ્તાન માટે ઓપનર બેટ્સમેન શાહજેબ ખાને 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ નિરાશ કર્યા અને માત્ર એક રન બનાવી શક્યા હતા.
સૌથી પહેલી મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો
અંડર 19 એશિયા કપ 2024 માં ભારતીય ટીમે પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. 30 નવેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને 44 રનથી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે 282 રનનો ટાર્ગેટ મળ્યો તો જેનો પીછો કરતા તેની સંપુર્ણ ટીમે 48 મી ઓવરમાં જ 237 રનમાં સમેટાઇ ગઇ હતી. હવે ભારતીય ટીમ ગ્રુપ બી ની પોતાની આગામી મેચ 2 ડિસેમ્બર સોમવારે જાપાન સામે ટકરાશે.
13 વર્ષના વૈભવ સુર્યવંશીએ કર્યા નિરાશ
282 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે શરૂઆતથી જ વિકેટો ગુમાવવાની શરૂઆત કરી હતી. ચોથી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ વિકેટ ગુમાવી દીધી હતી. જે માત્ર 1 રન બનાવીનેઅલી રજાના બોલે આઉટ થઇ ગયો હતો. બીજા ઓપનર આયુષ મ્હાત્રે પણ ખાસ કાંઇ કરી શક્યો નહીં અને 20 રન બનાવીને અબ્દુલ સુભાનનો શિકાર બન્યા હતા.
ભારતીય ટીમની વિકેટ સતત પડતી રહી. નિખિલ કુમાર જ સંઘર્ષ કરી શક્યા. જેમણે 77 બોલમાં 60 રન જ બનાવ્યા. નિખિલે સંઘર્ષ કરીને 77 બોલમાં 60 રન બનાવ્યા. નિખિલે પોતાની બેટિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પુછડીયા બેટ્સમેન મોહમ્મદ એનાને 30 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાન તરફથી અલી રજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અબ્દુલ સુભાન અને ફરહાન ઉલ હકે 2-2 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન માટે શાહજેદે સદી ફટકારી
આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો નિર્ણય સાચો સાબિત થયો અને પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 281 રન બનાવ્યા. શાહજેબ ખાન સૌથી વધારે 159 રનની ઇનિંગ રમી હતી. જેમાં 10 છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 94 બોલમાં 60 રન બનાવ્યા.