IND vs ENG : 2nd વનડેમાં કોહલી થશે 'IN' તો આ ખેલાડી થશે 'OUT'! જાણો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
- કટક ખાતેનાં બારાબતી સ્ટેડિયમમાં IND vs ENG 2nd ODI મેચ
- ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર થવાની સંભાવના
- વિરોટ કોહલીની થશે એન્ટ્રી, પ્રદર્શન પર રહેશે સૌની નજર
- યશસ્વી જયસ્વાલને પ્લેઇંગ-૧૧માંથી બહાર બેસવું પડી શકે છે
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે એટલે કે 9 ફેબ્રુઆરી 2025 નાં રોજ ઓરિસ્સાનાં કટક ખાતેનાં બારાબતી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ નાગપુર વનડે 4 વિકેટથી જીતી લીધી અને હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ છે. હવે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી જીતવાનો પૂરજોશ પ્રયાસ કરશે. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે જોસ બટલર ઇંગ્લિશ ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર થવાની સંભાવના છે.
આ મુકાબલેમાં વિરાટ કોહલીની થશે 'Entry'
કટકમાં યોજાનારી આ મેચમાં (IND vs ENG ) ચાહકોની નજર ભારતીય ટીમના પ્લેઇંગ-11 પર પણ રહેશે. સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જમણા ઘૂંટણમાં ઇજાનાં કારણે છેલ્લી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર હતો અને મેચ રમી શક્યો ન હતો. પરંતુ, હવે માહિતી છે કે કિંગ કોહલી ફિટ થઈ ગયો છે અને આ મેચમાં તેની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોહલી અંગે વાઇસ કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે, તે સંપૂર્ણપણે ઠીક છે. બાદમાં, બેટિંગ કોચ સિતાંશુ કોટકે પણ આ જ વાત કહી હતી.
પ્લેઇંગ-11 માંથી યશસ્વી જયસ્વાલને બહાર થાય તેવી સંભાવના
જણાવી દઈએ કે, જો વિરાટ કોહલી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે અને મેચ રમશે તો યશસ્વી જયસ્વાલને (Yashasvi Jaiswal) પ્લેઇંગ-૧૧માંથી બહાર બેસવું પડી શકે છે. યશસ્વીએ નાગપુરમાં પોતાની ODI ડેબ્યૂ કરી હતી, જો કે તે પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. કોહલી મેચમાં રમશે એટલે શુભમન ગિલ, રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. જ્યારે, શ્રેયસ ઐયર ચોથા નંબરે બેટિંગ કરવા મેદાને ઉતરશે.
📍 Barabati Stadium, Cuttack
Gearing up for #INDvENG ODI number 2⃣#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/YWbjkigQvn
— BCCI (@BCCI) February 8, 2025
આ પણ વાંચો - Steve Smith created history : શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથે ઐતિહાસિક માઇલસ્ટોન સર કર્યો
કોહલીનાં પ્રદર્શન પર સૌની નજર!
આ મેચમાં, વિરાટ કોહલીનાં ફોર્મ પર પણ સૌની નજર રહેશે. કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ, કોહલીએ દિલ્હી માટે રણજી મેચ પણ રમી હતી, પરંતુ આ મેચમાં પણ તે ફક્ત 6 રન જ બનાવી શક્યો હતો. જો કે, કોહલીએ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે આ ફોર્મેટમાં 14000 રન પૂરા કરવાથી માત્ર 94 રન દૂર છે. જો તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે સચિન તેંડુલકર (18,426) અને કુમાર સંગાકારા (14,234) ની ક્લબમાં સામેલ થઈ જશે.
આ પણ વાંચો - IND vs ENG: રોહિતે ODIમાં હાંસલ કરી વિશેષ સિદ્ધિ,MS ધોનીને પાછળ છોડ્યા
બીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઇંગ-11 :
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
બીજી વનડેમાં ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ-11 :
ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ.'
આ પણ વાંચો - IND vs ENG: નાગપુરમાં ભારતીય ટીમનો દબદબો, ગિલ-ઐયર અને અક્ષરે મચાવી તબાહી, ઇંગ્લેન્ડ 4 વિકેટથી હાર્યું