Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AUS : ટોસનો નિર્ણય પેટ કમિન્સને ન પડી જાય ભારે, જાણો રોહિત શર્માએ શું કહ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના બંને કેપ્ટન મેદાને ઉતર્યા ત્યારે ટોસ કોણ જીતશે તે સૌ કોઇનો સવાલ હતો. જોકે, ટોસ થઇ ગયો છે અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. સૌથી નવાઈની વાત એ...
02:24 PM Nov 19, 2023 IST | Hardik Shah

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમના બંને કેપ્ટન મેદાને ઉતર્યા ત્યારે ટોસ કોણ જીતશે તે સૌ કોઇનો સવાલ હતો. જોકે, ટોસ થઇ ગયો છે અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે, રોહિત શર્મા પણ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બોલિંગ આપવાનું વિચારી રહ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને સામને

ODI વર્લ્ડ કપમાં બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ખાસ કરીને ભારતીય ટીમે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. આ વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હારી નથી. સતત 10 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને સામને આવી ગઇ છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે જણાવ્યું કે, શા માટે તેણે ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે પોતે બેટિંગ કરવા માંગતો હતો.

રોહિતે શું કહ્યું ?

રોહિત શર્માએ કહ્યું કે, જો મે ટોસ જીત્યો હોત તો હું પણ પહેલા બેટિંગ કરતો. પિચ સારી દેખાઈ રહી છે. આ એક મોટી રમત છે. જ્યારે પણ અમે અહીં રમીશું તે અદ્ભુત હશે. ચાહકો મોટી સંખ્યામાં આવ્યા છે. ક્રિકેટનું આયોજન કરવાની સૌથી મોટી તક. અમારે સારું કરવું જોઈએ અને શાંત રહેવું જોઈએ. ફાઇનલમાં ટીમની કેપ્ટનશીપ કરવી એ સપનું સાકાર થવા જેવું છે. મને ખબર છે કે આપણી સામે કોણ છે? અમારે સારું રમીને પરિણામ મેળવવાની જરૂર છે. તમારે મેદાનમાં સાચા નિર્ણયો લેવા પડશે. આ તે છે જે અમે છેલ્લી 10 રમતોમાં સતત કર્યું છે. અમે એક જ ટીમ સાથે રમી રહ્યા છીએ. પેટ કમિન્સે ટોસ સમયે કહ્યું હતું કે, અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. વિકેટ સૂકી હોય તેવું લાગે છે. ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેથી બેટિંગ વધુ સારી બને છે. ટૂર્નામેન્ટની શરૂઆત મુશ્કેલ રહી હતી. પરંતુ ત્યારથી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. તે બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે આ લોકો સાથે ઘણું રમ્યા છીએ. પ્લેઇંગ ઇલેવન સેમી ફાઇનલ જેવી જ હશે.

આ પણ વાંચો - ICC World Cup 2023 : વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા PM મોદીએ ટીમ ઈન્ડિયા વિશે ટ્વિટ કર્યું, કહી આ હૃદય સ્પર્શી વાત

આ પણ વાંચો - હવે ટીમ ઈન્ડિયાની જીત પાક્કી! ઓસ્ટ્રેલિયાથી જ થઇ રહી છે ભવિષ્યવાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadCongressICCICC ODI World CupICC ODI World Cup 2023IND VS AUSindianindian teamNarendra Modi StadiumODI World CupODI World Cup 2023ProphecyTossWorld Cupworld cup 2023World Cup FinalWorld Cup Final 2023
Next Article