Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમનો ચૂકાદો, NEET Paper Leakમાં સિસ્ટેમેટિક ફેઇલ્યોર નથી..

NEET પેપર લીકમામલે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચૂકાદો આ કોઈ સિસ્ટેમેટિક ફેઇલ્યોર નથી પેપર લીક મોટા પાયે થયું નથી કેન્દ્ર સરકારે આ વર્ષે જ NEET પરીક્ષાની તમામ ખામીઓ દૂર કરવી જોઈએ NEET Paper Leak : NEET પેપર લીક (NEET Paper...
11:22 AM Aug 02, 2024 IST | Vipul Pandya
Supreme Court pc google

NEET Paper Leak : NEET પેપર લીક (NEET Paper Leak) મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચૂકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કોઈ સિસ્ટેમેટિક ફેઇલ્યોર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે.

પેપર લીક મોટા પાયે થયું નથી

જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમારું તારણ એ છે કે પેપર લીક સિસ્ટેમેટિક નથી. કોર્ટે વધુમાં કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ આગળ જતાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.

આ પણ વાંચો----NEET કેસમાં CBI ને મળી મોટી સફળતા, બે આરોપીઓની કરી ધરપકડ...

પેપર લીક પટના અને હજારીબાગ સુધી મર્યાદિત

NEET-UGમાં પેપર લીકના આરોપો પછી પણ સુપ્રીમ કોર્ટે પરીક્ષા કેમ રદ ન કરી? સર્વોચ્ચ અદાલતે શુક્રવારે આ અંગે વિગતવાર માહિતી આપી હતી. કોર્ટે કહ્યું કે આ કેસમાં કોઈ પ્રણાલીગત ખામી જોવા મળી નથી. આવી સ્થિતિમાં, તે રદ થવાથી પરીક્ષામાં હાજર રહેલા લાખો વિદ્યાર્થીઓના હિતોને અસર થશે. આ ઉપરાંત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના મનોબળ પર પણ વિપરીત અસર થશે. કોર્ટે કહ્યું કે સંપૂર્ણ તપાસમાં જાણવા મળ્યું છે કે પેપર લીક પટના અને હજારીબાગ સુધી મર્યાદિત હતું. તેની એટલી વ્યાપક અસર નહોતી જેટલી દાવો કરવામાં આવી રહ્યો હતો.

કેન્દ્ર સરકારે આ વર્ષે જ NEET પરીક્ષાની તમામ ખામીઓ દૂર કરવી જોઈએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અમારા નિર્ણયમાં NTAની તમામ ખામીઓ વિશે વાત કરી છે. અમે વિદ્યાર્થીઓના હિતમાં NTAની ખામીઓને અવગણી શકીએ નહીં. બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે જ NEET પરીક્ષાની તમામ ખામીઓ દૂર કરવી જોઈએ જેથી કરીને આવું ફરી ક્યારેય ન બને.

આ પણ વાંચો----સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 'NEET UG પરીક્ષા ફરી નહીં યોજાય'

Tags :
breaking newsGujarat FirstNationalNEET ExamNEET Paper LeakNEETPG2024NTAStructural DefectsSupreme Court verdictSystematic Failure
Next Article