Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હરણી બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો

વડોદરા હરણી લેકમાં બનેલી આઘાતજનક દુર્ઘટનાથી ગુજરાત હજી બહાર આવી શક્યું નથી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાનો ભોગ બનેલ બાળકોનો પરિવાર હવે આ ઘટના પાછળના જવાબદાર વ્યયક્તિઓને સજા થાય તેવી આશા રાખીને...
હરણી બોટ દુર્ઘટનામાં  મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો

વડોદરા હરણી લેકમાં બનેલી આઘાતજનક દુર્ઘટનાથી ગુજરાત હજી બહાર આવી શક્યું નથી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનાનો ભોગ બનેલ બાળકોનો પરિવાર હવે આ ઘટના પાછળના જવાબદાર વ્યયક્તિઓને સજા થાય તેવી આશા રાખીને બેઠો છે. પરંતુ તંત્ર આ બાબતે પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરાઇ રહી છે તેવું સામે આવી રહ્યું છે.

Advertisement

વડોદરાની આ દુર્ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઇને પણ નહીં છોડવામાં આવે તેવી જાહેરાત કરી હતી અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે દરેક આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતું તો લાગી રહ્યું નથી. કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માંની રહી છે. જે અધિકારીઓ પાછળ મોટા રાજનેતાઓનું પીઠબળ હોય તેમનો બચાવ થઈ રહ્યો છે.  મ્યુની કમિશ્નરે 6 અધિકારીઓને નોટિસ ફટકારી હતી, જેમાંથી માત્ર 2 સામે કાર્યવાહી હજી સુધી કરવામાં આવી છે. ફ્યુચરેસ્ટિક સેલના વડા ધીરેન તળપદાનું હજી સુધી નિવેદન પણ નથી લેવાયું.

આવી ભયાવહ દુર્ઘટના ઘટયા બાદ તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે આવી ઘટના બીજી વાર ન બને તે માટે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હવે મોટા અધિકારીઓ સામે પગલાં લેવામાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- તરભધામ વાળીનાથ મહાદેવ સ્થાનકે શિવ કથાકાર ગિરિબાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.