Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Limkheda Outpost : કોન્સ્ટેબલ તેનું પાકિટ ચોકીમાં ભુલી ગયો અને....

Limkheda Outpost : દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ મથકની મોટી બાંડી બાર આઉટ પોસ્ટ (Limkheda Outpost) માં ચોંકાવનારો બનાવ બન્યો છે. લીમખેડાની મોટી બાંડી બાર આઉટ પોસ્ટ  આઉટપોસ્ટ ચોકીમાં 3 યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકિટમાંથી 2600 રુપિયાની ચોરી કરી હતી અને ત્યાર...
limkheda outpost   કોન્સ્ટેબલ તેનું પાકિટ ચોકીમાં ભુલી ગયો અને
Advertisement

Limkheda Outpost : દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ મથકની મોટી બાંડી બાર આઉટ પોસ્ટ (Limkheda Outpost) માં ચોંકાવનારો બનાવ બન્યો છે. લીમખેડાની મોટી બાંડી બાર આઉટ પોસ્ટ  આઉટપોસ્ટ ચોકીમાં 3 યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકિટમાંથી 2600 રુપિયાની ચોરી કરી હતી અને ત્યાર બાદ ત્રણેય જણાએ બિન્ધાસ્ત બનીને રિલ પણ બનાવી હતી.

પોલીસની આબરુના ધજાગરા

દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના જાણે કે લીરેલીરા ઉડી ગયા છે. ત્રણ યુવકોએ પોલીસ ચોકીમાં જ રહીને એવુ કૃત્ય કર્યું કે પોલીસની આબરુના ધજાગરા ઉડી ગયા છે. જાણવા મળેલી માહિતી 3 યુવકોએ પોલીસ ચોકીમાં જ ચોરી કરીને લોકઅપમાં વીડિયો બનાવ્યો છે.

Advertisement

Advertisement

3 યુવકોએ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલના પાકિટમાંથી 2600 રુપિયાની ચોરી કરી

આ બનાવ લીમખેડા પોલીસ મથકની મોટી બાંડી બાર આઉટ પોસ્ટ પોલીસ ચોકીનો હોવાનું જાણવા મળે છે, જેમાં 3 યુવકોએ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલના પાકિટમાંથી 2600 રુપિયાની ચોરી કરી હતી.

પૈસાની ચોરી કર્યા બાદ આ યુવકોએ રીલ બનાવી

પોલીસ કર્મચારીના પાકિટમાંથી જ પૈસાની ચોરી કર્યા બાદ આ યુવકોએ રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. રીલમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગીત સાંભળવા મળે છે અને સાથે પોલીસ લોકઅપમાં એક યુવક દેખાય છે અને બીજો યુવક બહારથી આવી તેને મળવા જાય છે અને ત્રીજો રીલ ઉતારે છે. ત્રણેય યુવકોએ પોલીસ આઉટ પોસ્ટના લોકઅપમાં ધસી આવી રીલ બનાવી હતી.

પાકિટ તેઓ પોલીસ ચોકીમાં જ ભુલી ગયા

જાણવા મળ્યા મુજબ આઉટ પોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરીને તપાસના કામે લીમખેડા ગયા હતા પણ તેમનું પાકિટ તેઓ પોલીસ ચોકીમાં જ ભુલી ગયા હતા, જેનો ફાયદો આ યુવકોએ ઉઠાવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલના પાકિટમાંછી પૈસાની ચોરી કરીને રીલ બનાવી હતી.

વાયરલ વીડિયોની તપાસ કરીને ત્રણેય યુવકને ઝડપી લીધા

જો કે સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થતાં જ પોલીસના આબરુના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરીને ત્રણેય યુવકને ઝડપી લીધા હતા. લીમખેડા પોલીસ સ્ટેશનની મોટીબાંડીબાર આઉટ પોસ્ટના એએસઆઈ અને અન્ય કોન્સટેબલ 9 મી જુલાઇ એ સમન્સની કામગીરી માટે આઉટપોસ્ટ ને તાળું મારી ગયા હતા જ્યારે પરત ફર્યા ત્યારે ચોકીનું તાળું તૂટેલું હતું અને એએસઆઈ સંજય વણઝારા પોતાનું પર્સ ચોકીમાં ભૂલી ગયેલા હતા તે 2600 રૂપિયા સાથેનું પર્સ પણ ગાયબ હતું. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દાહોદ એલસીબી અને લીમખેડા પોલીસે દાહોદ ના રહેવાસી નવશાદ શેખ, અયાઝ મહમદ મકરાણી અને બાદલ રાવલ ત્રણેય યુવકોની ધરપકડ કરી કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ 

આ પણ વાંચો---- VADODARA : લગ્નની લાલચે બોસનું મહિલા કર્મી પર દુષ્કર્મ, લાખો રૂપિયા પણ પડાવ્યા

આ પણ વાંચો---- Ahmedabad: PCR Van માં આરોપીએ Beer પીધું, viral video

Tags :
Advertisement
×

Live Tv

.

×