અમદાવાદમાં માથાભારે તત્વો બન્યા બેફામ, પોલીસથી પણ નથી ડરતા આ અસામાજીક તત્વો, Video
અમદાવાદના ગીતા મંદિર ST બસ સ્ટેન્ડ હવે જાણેકે અસામાજિક તત્વો માટે આતંકનું સ્થળ બની ગયું હોય તેમ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. ગીતા મંદિરમાં અસામાજિક તત્વો મુસાફરોને હેરાન કરે છે. ઉપરાંત ત્યાંના વેપારીઓ પાસે દરરોજ હપ્તા માંગી મફતમાં માલ સામાન પણ લઈ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આવા તત્વોએ ST ના સ્ટાફ પર અને વેપારી પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને CCTV પણ સામે આવ્યા છે.
અમદાવાદનું સૌથી મોટું ST બસ સ્ટેન્ડ ગીતા મંદિર બસ સ્ટેન્ડ જાણે કે અસામાજિક તત્વો માટે રૂપિયા ઉઘરાવવા અને અસામાજિક પ્રવૃત્તિ કરવા મોકળું મેદાન હોય તેમ આતંક મચાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભાવેશ ઉર્ફે મંગા નામના વ્યક્તિએ આતંક માચવ્યો હતો. જેમાં વેપારીને બસ સ્ટેન્ડના સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે ST વિભાગ કે વેપારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નહિ થાય આવા તત્વો ઉપર પોલીસ કાર્યવાહી થઈ નથી. બસ સ્ટન્ડમા થયેલા હુમલાના CCTV અને Video વાઇરલ થયા જે બાદ પોલીસને ખ્યાલ આવ્યો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. બસ સ્ટેન્ડમાં આતંક મચાવનાર ભાવેશ ઉર્ફે મંગો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ભાવેશ પર અત્યાર સુધી 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 2 વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચુકી છે. જોકે, અવાર-નવાર ભાવેશ ઉર્ફે મંગા દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગી તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ અનેક વખત પોલીસને પણ રજુઆતો કરી છે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરતાં હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.
અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ જાણેકે નિષ્ક્રિય બની ચુકી હોય તેમ આરોપીઓને પકડી શકતી નથી. ST બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વો અનેક વખત આતંક મચાવે છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે રવિવારે પણ હુમલાની ઘટનામાં આજે બે દિવસ બાદ ફરિયાદ નોંધાઈ રહી છે. જોકે બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ પણ નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસ આ અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગાને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, રસ્તા પર કર્યો ચક્કાજામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - પ્રદિપ કચીયા