ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 ની ફાઈનલ મેચમાં જો 2019 જેવું થયું તો ? જાણો શું છે નિયમ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા તેનાથી સંબંધિત ઘણા નિયમોની પણ ચર્ચા થવા લાગી છે. વર્લ્ડ કપ માટે ICCની પ્લેઈંગ કન્ડીશન એકદમ સ્પષ્ટ છે. ત્યારે હવે...
06:57 AM Nov 19, 2023 IST | Hardik Shah

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા તેનાથી સંબંધિત ઘણા નિયમોની પણ ચર્ચા થવા લાગી છે. વર્લ્ડ કપ માટે ICCની પ્લેઈંગ કન્ડીશન એકદમ સ્પષ્ટ છે. ત્યારે હવે તે પણ ચર્ચા થવા લાગી છે કે જો આ વખતે પણ 2019ના વર્લ્ડ કપની ફાઈનલ જેવું થશે તો શું ? 2019 ના વર્લ્ડ કપ ફાઈનલમાં સુપર ઓવર ટાઈ થયા પછી પરિણામને લઈને ઘણા વિવાદો થયા હતા. પરંતુ આ વખતે તે નિયમને અપડેટ કરવામાં આવ્યો છે અને અન્ય ઘણા નિયમો પણ આ વખતે ખાસ છે.

2019 વર્લ્ડ કપમાં થયેલી ભૂલને ICC એ સુધારી

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં ગઈ હતી. આ પછી, ઇંગ્લેન્ડની બાઉન્ડ્રી કાઉન્ટ વધુ હતી અને યજમાન ટીમ વિજેતા બની હતી. સુપર ઓવર ટાઈ થયા બાદ ન્યૂઝીલેન્ડને બાઉન્ડ્રીની ગણતરીના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. બાઉન્ડ્રીની ગણતરી મુખ્ય મેચની ઇનિંગ્સમાંથી હતી. ગયા વર્લ્ડ કપમાં સુપર ઓવર ટાઈ બાદ બાઉન્ડ્રી કાઉન્ટ પર વિજેતા જાહેર કર્યા બાદ ICC ને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ભૂલને સુધારીને ICC એ નિયમોમાં ફેરફાર કર્યો છે. આ વખતે ફાઈનલમાં સુપર ઓવર ટાઈ થાય તો કોઈ બાઉન્ડ્રી ગણાશે નહીં. આ વખતે જો મેચ ટાઈ થશે તો ફરીથી બીજી સુપર ઓવર કરાવવામાં આવશે. જો બીજી સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્રીજી સુપર ઓવર થશે. મેચના પરિણામ સુધી સુપર ઓવર ચાલુ રહેશે.

રીઝર્વ ડે, એક્સ્ટ્રા ટાઈમ, DRS અને No Ball

સેમી ફાઈનલ મેચોની જેમ ICC એ ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદને કારણે 19મી નવેમ્બરે પરિણામ જાહેર નહીં થાય તો મેચ 20મી નવેમ્બરે તે જ જગ્યાએથી રમાશે જ્યાંથી 19મીએ રોકાઈ હતી. આ સિવાય એકસ્ટ્રા ટાઈમનો નિયમ છે કે જો વરસાદ પડે તો મેચ સમાપ્ત થવા માટે 120 મિનિટ એટલે કે બે કલાકનો વધારાનો સમય આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન મેચ નહીં થાય તો તેને રિઝર્વ ડેમાં ખસેડવામાં આવશે. જો મેચ રિઝર્વ ડે પર પણ નહીં થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આ વખતે ઓટો No Ball નો નિયમ છે, જેમ કે જો ફિલ્ડ અમ્પાયર નો બોલ ન આપી શકે તો થર્ડ અમ્પાયર નો બોલ આપી શકે છે. જ્યારે તમે DRS લેશો તો અલ્ટ્રા એજ, સ્પ્લિટ સ્ક્રીન, હોકાઈ વગેરે એ જ રહેશે. ઉપરાંત, બંને ટીમોની એક ઇનિંગમાં બે-બે રિવ્યુ હશે.

England vs New Zealand 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં શું થયું?

લંડનના લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. જવાબમાં ઇનિંગ્સ રમતી ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા બોલ પર 241 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા રમતા 15 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ સરખો સ્કોર કર્યો હતો. આ રીતે સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. કીવી ટીમે મુખ્ય ઇનિગમાં 17 બાઉન્ડ્રી ફટકારી હતી. ઈંગ્લેન્ડના નામે 26 બાઉન્ડ્રીના કારણે તેને વિજય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સુપર ઓવર પછી બાઉન્ડ્રી કાઉન્ટ પર વિજેતા જાહેર કર્યા બાદ ICCના આ નિયમની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ પર ગેરરીતિના આરોપો પણ લાગ્યા હતા. આને ધ્યાનમાં રાખીને ICCએ આ વખતે વર્લ્ડ કપમાં તે નિયમ બદલવાનો અને પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સુપર ઓવર યોજવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો - Ind Vs Aus Final : જેમ પાકિસ્તાનને હરાવ્યું…એમ જ ઓસ્ટ્રેલિયાનો હાલ કરશે ટીમ ઇન્ડિયા

આ પણ વાંચો - World Cup 2023 Final: રોહિત-વિરાટ નહીં પણ આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ખતરો, પેટ કમિન્સે કર્યો ખુલાસો

આ પણ વાંચો – WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
2019 World Cup FinalAhmedabadICCICC ODI World CupICC ODI World Cup 2023IND VS AUSNarendra Modi StadiumODI World CupODI World Cup 2023World Cupworld cup 2023World Cup FinalWorld Cup Final 2023
Next Article