ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bharuch : મહિનામાં જ 3 ખેતર અને 1 મીઠાના અગરમાંથી માનવ કંકાલ મળતા ચકચાર!

પ્રથમ અંકલેશ્વર, ઝગડિયા, વાલીયા બાદ ગત રોજ દહેજનાં મીઠાનાં અંગરમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
12:00 AM Apr 10, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Bharuch_gujarat_first main
  1. ભરૂચ જિલ્લામાં એક બાદ એક માનવ કંકાલ મળવાનો મામલો
  2. અંકલેશ્વર, ઝગડિયા, વાલીયા બાદ દહેજમાંથી મળી આવ્યા માનવ કંકાલ
  3. દહેજમાં મીઠાના અગરમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ

ભરૂચ જિલ્લામાં (Bharuch) માનવ અંગ મળી આવવાની ઘટના બાદ જિલ્લાનાં 4 તાલુકામાંથી પણ માનવ કંકાલ મળી આવ્યા છે, જેમાં પ્રથમ અંકલેશ્વર, ઝગડિયા, વાલીયા બાદ ગત રોજ દહેજનાં મીઠાના અગરમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અગાઉ અંકલેશ્વર અને ઝગડિયામાં મળી આવ્યા હતા માનવ કંકાલ

જણાવી દઈએ કે, ગત 20 મી માર્ચનાં રોજ અંકલેશ્વરનાં (Ankleshwar) બાકરોલ ગામનાં શેરડીનાં ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યું હતું, જે અંગેની જાણ પોલીસને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ કંકાલ મેળવી FSL અર્થે મોકલી મૃતકની ઓળખની કામગીરી આદરી હતી, જે હજું સુધી ઓળખ થઈ છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. અંકલેશ્વરમાં માનવ કંકાલ મળી આવવાની ઘટનાની શાહી સુકાતી નથી ત્યાં જ ઝઘડિયાનાં શેરડીનાં ખેતરમાં પણ 22 માર્ચનાં રોજ સળગેલી અવસ્થામાં માનવ કંકાલ મળી આવ્યા હતા અને ખેતર માલિકે માનવ કંકાલ અંગે પોલીસને જાણ કરી હતી. ખેતરમાં સળગેલા માનવ કંકાલ કોના તેવા પ્રશ્નોને લઇ સમગ્ર ઘટનામાં પોલીસે માનવ કંકાલ મેળવી એફએસએલ અર્થે મોકલી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો - Gondal : સમાજનાં દીકરાઓ લાકડી ખાતા હોય ત્યારે અલ્પેશ ઢોલરિયાએ પડખે રહેવું જોઈએ : જિગીષાબેન પટેલ

વલિયા બાદ દહેજમાં મીઠાના અગરમાંથી માનવ કંકાલ મળ્યા

ત્યાર બાદ ભરૂચ જિલ્લાનાં વાલિયા તાલુકાનાં કૃષ્ણાનગરની પાછળનાં ભાગે ગત તારીખ 28 મી માર્ચનાં રોજ શેરડીનાં ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમાં પણ પોલીસે માનવ કંકાલનો (Human Skeleton) કબજો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, હજું સુધી માનવ કંકાલની ઓળખ થઈ નથી અને પોલીસે તપાસ શરૂ કરી કોઈ તાલુકામાં કોઈ ગુમ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર અને ઝઘડિયાની માનવ કંકાલની ઘટનામાં ભેદ ઉકેલાય તે પહેલા જ દહેજ પંથકના (Dahej) મીઠાના અગરમાંથી માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવી છે. મીઠાના અગરમાંથી મળી આવેલા માનવ કંકાલ કોના છે ? તેવા સવાલો ઊભા થતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે માનવ કંકાલ મેળવી તેને પણ એફએસએલ અર્થે મોકલી તેની ઓળખ કરવા સાથે તેના સગા-સંબંધીની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - આજે તેઓ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે : CR Patil

માનવ કંકાલ મળવા પાછળનું રહસ્ય અકબંધ

ભરૂચ જિલ્લાના 4 સ્થળોએથી માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ માનવ કંકાલ મળી આવવાની ઘટનાઓનાં પગલે પોલીસે પણ સમગ્ર ઘટનામાં ઝીંણવટભરી તપાસ શરૂ કરવાની કામગીરી કરી રહી છે. માનવ કંકાલ મળી આવતા તેમની ઓળખ કરવી પણ ગંભીર બની ગઈ છે. પરંતુ જે સ્થળેથી માનવ કંકાલ મળી આવ્યા છે તેને આજુંબાજુંમાં કોઈ વ્યક્તિ ગુમ થયા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - ડોલરીયો ડાયરો...જામનગરમાં રાજભા ગઢવીને ડોલરનો હાર પહેરાવાયો

Tags :
AnkleshwarBharuchBharuch PoliceCrime NewsdahejGUJARAT FIRST NEWSHuman SkeletonJagadiyaTop Gujarati NewsWalia