Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા : હર્ષ સંઘવી

સ્વ. પિતા રમેશભાઈ સંઘવીની પ્રાર્થના સભામાં હર્ષ સંઘવીનું નિવેદન ઘરની સિંગલ સરકાર એટલે પિતા : હર્ષ સંઘવી મુશ્કેલીઓમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ એટલે પિતા : હર્ષ સંઘવી સુરતનાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ...
surat   પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા   હર્ષ સંઘવી
  1. સ્વ. પિતા રમેશભાઈ સંઘવીની પ્રાર્થના સભામાં હર્ષ સંઘવીનું નિવેદન
  2. ઘરની સિંગલ સરકાર એટલે પિતા : હર્ષ સંઘવી
  3. મુશ્કેલીઓમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ એટલે પિતા : હર્ષ સંઘવી

સુરતનાં (Surat) ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) પિતા સ્વ. રમેશભાઈ સંઘવીની (Rameshbhai Sanghvi) પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નેતા સી.આર. પાટીલ (CR Patil), ઉધોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) સહિત અનેક મંત્રીઓ, રાજકીય પાર્ટીનાં નેતાઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, BJP કાર્યકર્તા અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં હર્ષ સંઘવી પોતાના પિતાને યાદ કરી ભાવુક નિવેદન આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં સ્વ. પિતાની પ્રાર્થના સભા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલે પાઠવી શ્રદ્ધાંજલિ

Advertisement

પરિવારની મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડિખમ રહેનાર એટલે પિતા : હર્ષ સંઘવી

ભીની આંખે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું કે, ઘરની સિંગલ સરકાર એટલે પિતા. પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા. સંતાનોનાં સપના સાકાર કરવા માટે પોતાની ચપ્પલ ઘસી નાખનાર એટલે પિતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, મારા પરિવારમાં છેલ્લા 8 વર્ષથી ચાલી આવતી સંઘર્ષ યાત્રામાં ક્યારેય તેઓને થકાન લાગી નથી. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત સારી રહેતી નહોતી. હું મારા તબીબ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું, જેઓએ મારા પિતાજીને નાની-મોટી તકલીફમાં સારવાર અને તેમનું જીવન બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો.

Advertisement

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 188 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા, જાણો CAA અંગે ગૃહમંત્રીએ શું કહ્યું

'મારા પિતાજીનાં જે વિચારો હતા તે અમે આગળ વધારીશું'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, આ દુ:ખદ સમયમાં મારા પરિવારને ખૂબ જ મજબૂતાઇથી આપ સૌ લોકોએ સહયોગ કર્યો તે બદલ હું આભાર માનું છું. કોઈ પણ ટ્રસ્ટી રહ્યા વિના સમાજનાં સારા કામો કરવા તેવી શિખામણ મારા પિતાએ મને આપી હતી. મારી માતાજીએ કોઈ પણ શોખ રાખ્યા વિના માત્ર પરિવારનું જ જોયું. મારા પરિવારે હંમેશા મારા માટે પોઝિટિવ વિચાર્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે, મારા પિતાજીનાં જે વિચારો હતા તે હવે અમે આગળ વધારીશું.

આ પણ વાંચો - વડોદરાથી STATUE OF UNITY ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, CM એ આપી 382 કરોડ રુપિયાની મંજૂરી

Tags :
Advertisement

.