ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી

Monsoon update : રાજ્યમાં ચોમાસું (Monsoon update)  હવે જામી ચુક્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં આજે ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી...
09:59 AM Jun 27, 2024 IST | Vipul Pandya
HEAVY RAIN IN GUJARAT

Monsoon update : રાજ્યમાં ચોમાસું (Monsoon update)  હવે જામી ચુક્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં આજે ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ભારેથી હળવા વરસાદની આગાહી

આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરાઇ છે

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

આ સાથે મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં પણ હળવા વરસાદ અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે

વીતેલા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ

બીજી તરફ રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થઇ રહી છે અને ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે. વીતેલા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 20 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં વરસ્યો 4.5 ઈંચ વરસાદ આવ્યો હતો. ગીર સોમનાથના કોડિનાર, રાજકોટના ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. આ બાદ જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. જેતપુર, સૂત્રાપાડા, કાલાવડ, મેંદરડામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, પંચમહાલ, મોરબી, છોટાઉદેપુર, ગીરસોમનાથ, સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયુ હતુ.

આ પણ વાંચો---- Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી

આ પણ વાંચો---- Jamnagar : પ્રૌઢ વ્યક્તિ બાઇક સાથે નદીના ભારે પ્રવાહમાં તણાઇ

આ પણ વાંચો---- Monsoon in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની મહેર, 2 કલાકમાં 2 થી 2.5 ઇંચ ખાબક્યો વરસાદ

Tags :
forecastGujaratGujarat Firstheavy rainMeteorological DepartmentMONSOON 2024RainWeather
Next Article