Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હજું પણ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ..! CM ની સ્થિતિ પર નજર

છેલ્લા 5 દિવસથી શરુ થયેલા અતિ ભારે વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.  સૌરાષ્ટ્ર- કચ્છમાં તો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો...
હજું પણ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ    cm ની સ્થિતિ પર નજર
છેલ્લા 5 દિવસથી શરુ થયેલા અતિ ભારે વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.  સૌરાષ્ટ્ર- કચ્છમાં તો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજું પણ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહીવટીતંત્રને એલર્ટ રહેવા જણાવાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ પર જાતે દેખરેખ રાખી રહ્યા છે.
વિસાવદરમાં 15 ઈંચ
રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ થઇ છે.વીતેલા 24 કલાકમાં  વિસાવદરમાં 15 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરાંત  જામનગરમાં 11, અંજારમાં સાડા 9 ઈંચ વરસાદ પડ્યો છે.  વીતેલા છેલ્લા 22 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં કપરાડામાં સાડા 9 ઈંચ, ખેરગામમાં 8 ઈંચ વરસાદ, ભેંસાણ અને બગસરા તાલુકામાં 8-8 ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

24 તાલુકામાં 4થી 8 ઈંચ સુધીનો વરસાદ
રાજ્યના 24 તાલુકામાં 4થી 8 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે 38 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  રાજ્યના 44 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. સર્વત્ર મેઘરાજાની પધરામણી થતાં નદી નાળા છલકાઇ ઉઠ્યા છે. જળાશયોમાં પણ પાણીની નવી આવક થઇ છે. લોકોને આકરી ગરમીથી છુટકારો મળ્યો છે.

વરસાદને લઈ 4 જિલ્લામાં રેડ એલર્ટ
જો કે ગુજરાત પર હજું પણ ભારે વરસાદી આફત મંડરાઇ રહી છે.  વરસાદને લઈ 4 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા,જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે કારણ કે આ  4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંતક  પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ત્યાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી  વહીવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.
શનિવારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ફરીથી વરસાદ શરુ
બીજી તરફ શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ હતી અને હજારો વાહન ચાલકો રસ્તામાં જ અટવાઇ ગયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર જોવા મળ્યા હતા અને તેના કારણે ટ્રાફિક જામના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા. શનિવારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ફરીથી વરસાદ શરુ થયો હતો.  પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  ગોતા, સોલા, ચાંદલોડિયા, ઘાટલોડિયા,  થલતેજ, શીલજ, વસ્ત્રાપુર , રામોલ, નારોલ, મેમ્કો, નરોડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. વરસાદ બાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના બચાવ રાહત કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી વરસાદ બાદની સ્થિતિની જાણકારી મેળવી હતી. ભારે વરસાદના પગલે કચ્છ, જામનગર, જૂનાગઢ, નવસારીમાં NDRFની 1-1 અને જૂનાગઢ, જામનગરમાં SDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.