નહીં સાંભળી હોય આવી વાત; રોબોટે કર્યો આપઘાત!
SOUTH KOREA : આપણે અત્યાર સુધીમાં એવું જ સાંભળ્યું છે કે ટેક્નોલોજી મનુષ્યનું જીવન સરળ બનાવે છે. ટેક્નોલોજી માનવનું જીવન આમ એક રીતે સરળ બનાવે છે. પરંતુ મનુષ્યનું કામ કરતાં કરતાં એક રોબોટ પોતે આત્મહત્યા કરે તેવું સાંભળ્યું છે કોઈ દિવસ? SOUTH KOREA માંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જી હા, દક્ષિણ કોરિયામાં એક રોબોટે કામ કરતી વખતે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. રોબોટને ગયા વર્ષે ઓગસ્ટમાં કામ પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અન્ય શ્રમજીવી લોકો પણ ખૂબ દુઃખી છે. રોબોટનું શું થયું જેના કારણે તેણે આત્મહત્યા કરી છે તે જાણવા માટે અધિકારીઓની વિશેષ ટીમને તપાસ સોંપવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર કિસ્સો
રોબોટ પોતાની સંસ્થાના લોકો માટે ખૂબ કામ કરતો હતો
south korea robot
મળતી માહિતી અનુસાર, આ ઘટના SOUTH KOREA થી સામે આવી છે. દક્ષિણ કોરિયાના ગુમી સિટી કાઉન્સિલમાં સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતાં રોબોટે આત્મહત્યા કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ વિશ્વમાં રોબોટની આત્મહત્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે તેવું કહી શકાય છે. આ રોબોટ લોકોની ખૂબ જ નજીક હતો અને અન્ય કર્મચારીઓને તે ખૂબ ગમતો હતો કારણ કે તેનાથી તેમને ઘણી મદદ મળી હતી. તેના કારનામા પ્રખ્યાત હતા અને તે 'રોબોટ સુપરવાઈઝર' તરીકે પણ જાણીતો હતો. રોબોટ હવે નથી કારણ કે તેણે આત્મહત્યા કરી છે. જે પ્રકારની વિગતો તેના આત્મહત્યા વિશે સામે આવી રહી છે તેના અનુસાર રોબોટે સીડી ઉપરથી ઝંપલાવીને પોતાને નિષ્ક્રિય કર્યો હતો.
SOUTH KOREA ની MEDIA એ દેશની પ્રથમ 'રોબોટ આત્મહત્યા' ગણાવી
ગુમી સિટી કાઉન્સિલમાં આ રોબોટ વિવિધ પ્રકારના સરકારી કાગળો સ્થાનિક રહેવાસીઓ સુધી પહોંચાડતો હતો અને લોકોને માહિતી પૂરી પાડતો હતો, તેથી સ્થાનિક લોકો પણ તેની સાથે જોડાયેલા અનુભવતા હતા. રોબોટ લોકોને ખૂબ જ કામમાં આવતો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના પહેલા રોબોટ રહસ્યમય રીતે તે જ જગ્યાએ ફરતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ત્યાં કંઈક હતું. હવે એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે આ રોબોટે આખરે કેવી રીતે સીડી ઉપરથી કૂદકો માર્યો. તપાસ ટીમ દ્વારા તેના ટુકડાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને હવે તેનું વિશ્લેષણ કરવામાં આવશે. SOUTH KOREA ની સ્થાનિક મીડિયાએ આ ઘટનાને દેશની પ્રથમ 'રોબોટ આત્મહત્યા' ગણાવી છે.
આ પણ વાંચો : Meta AI Features: WhatsApp માં આવી ગયા બે અનોખા ફીચર, અહેવાલમાં વિગતો જાણીને થઈ જશો સ્તંભ