Hatkeswar Bridge : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર, કહ્યું- કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો..!
- અમદાવાદનાં હાટકેશ્વર બ્રિજ મામલે ફરી રાજકારણ ગરમાયું
- ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે : હિરેન બેન્કર
- કોંગ્રેસનાં લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છેઃ હર્ષભાઇ સંઘવી
- વિપક્ષે લગાવેલા તમામ આરોપ પાયાવિહોણા છે : દેવાંગ દાણી
અમદાવાદનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને (Hatkeswar Bridge) લઈ ફરી એકવાર શહેરમાં રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જ્યારે બીજી તરફ વિપક્ષે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસનાં લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે : હર્ષ સંઘવી
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ (Hatkeswar Bridge) સિસ્ટમમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે. ત્યારે આ બ્રિજને લઈ અમદાવાદ મ્યુનિસિપલની (AMC) કામગીરી સામેલ વિપક્ષે અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. વિપક્ષે હાટકેશ્વર બ્રિજ મુદ્દે એકવાર ફરી સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વિપક્ષને બરોબરનું આડેહાથ લીધુ છે. હર્ષ સંઘવીએ લખ્યું કે, કોંગ્રેસની (Congress) જુઠ્ઠાણી ગેંગ સાંભળો. તેમણે લખ્યું કે, કોંગ્રેસનાં લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ડિમોલેશન માટે રૂ. 52 કરોડ ખર્ચ્યા તે કોંગ્રેસનું જુઠ્ઠાણુ છે. હર્ષ સંઘવીએ લખ્યું કે, સરકારે નવો પુલ બનાવવા માટે રૂ. 52 કરોડ ખર્ચ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : બિસ્માર હાટકેશ્વર બ્રિજ AMC સત્તાધીશો-એન્જિનિયરની બેદરકારીનું પરિણામ : શહેઝાદખાન પઠાણ
ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે : હિરેન બેન્કર
બીજી તરફ વિપક્ષ તરફે હિરેન બેન્કરે (Hiren Banker) કહ્યું હતું કે, ભાજપ (BJP) લાજવાને બદલે ગાજી રહી છે. હાટકેશ્વર બ્રિજ ભાજપનાં ભ્રષ્ટાચારનો નમૂનો બન્યો છે. શહેરનાં લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે પણ સુવિધા મળતી નથી. ભાજપનાં સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારી નીતિરીતિનો ભોગ નાગરિકો બની રહ્યા છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, કરોડો રૂપિયાનો માનવશ્રમ, સમય અને સરકારી મશીનરીનો વ્યય માટે આખરે જવાબદાર કોણ ?
આ પણ વાંચો - Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો
વિપક્ષે લગાવેલા તમામ આરોપ પાયાવિહોણા છે : દેવાંગ દાણી
જ્યારે વિપક્ષનાં નેતાનાં પ્રહાર પર સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીની (Dewang Dani) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, વિપક્ષે લગાવેલા તમામ આરોપ પાયાવિહોણા છે. બ્રિજનો તમામ ખર્ચ અજય ઈન્ફ્રા કંપની પાસેથી જ વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ (Hatkeswar Bridge) વર્ષ 2017 માં બન્યો હતો અને ત્યાર બાદ ગાબડા પડતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ રૂ. 52 કરોડમાં કામ રાજસ્થાનની એક કંપનીને સોંપાયું છે. અજય ઇન્ફ્રા કંપની (Ajay Infra Ltd.) પાસે જ પૈસા વસૂલવામાં આવશે. 42 કરોડનો બ્રિજ બનાવવાનો ખર્ચો તેમ જ તેને તોડવાનો થઈને રૂ. 52 કરોડનું ટેન્ડર અપાયું છે. આ મામલે કાયદાકીય પ્રક્રિયાઓ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Surat : ડિંડોલીમાં 28 વર્ષીય યુવકે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું, કારણ ચોંકાવનારું!