Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather : રાજયમાં પવનોની દિશા બદલાતા ઠંડી વધી!

રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત આગામી સમયમાં હજી વધશે ઠંડી શીત લહેરના સમયે આટલું અવશ્ય કરો   Gujarat Weather:રાજયમાં ઠંડીનો (Gujarat Weather)ચમકારો યથાવત જોવા મળ્યો છે,પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ થયો છે,લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીની જોવા મળી છે.તો...
gujarat weather   રાજયમાં પવનોની દિશા બદલાતા ઠંડી વધી
Advertisement
  • રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત
  • આગામી સમયમાં હજી વધશે ઠંડી
  • શીત લહેરના સમયે આટલું અવશ્ય કરો

Advertisement

Gujarat Weather:રાજયમાં ઠંડીનો (Gujarat Weather)ચમકારો યથાવત જોવા મળ્યો છે,પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ થયો છે,લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીની જોવા મળી છે.તો ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે ઠંડીની વધુ અસર,ડીસા, રાજકોટ ,પાલનપુરમાં ઠંડીની અસર વર્તાઈ છે,નલિયામાં સૌથી નીચુ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આગામી દિવસોમાં પણ હજી ઠંડી વધે તેવી શકયતાઓ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.ત્યારે ઠંડી તેનું અસલી રૂપ હજી બતાવશે.

Advertisement

Advertisement

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગ પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયામાં 12.03 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે.અમદાવાદમાં 18.1, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી તાપમાન,પાલનપુરમાં 15.03 ડિગ્રી, ડીસામાં 14.1 ડિગ્રી,રાજકોટમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 18 ડિગ્રી,વડોદરામાં 17.2 ડિગ્રી, સુરતમાં 20.1 ડિગ્રી,દ્વારકામાં 18.4 ડિગ્રી, વેરાવળમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી સમયમાં હજી વધશે ઠંડી

ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી. ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેને લઇ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોઇ ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.

વાદળછાયું વાતાવરણ : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે.

આ પણ  વાંચો -Deepika Patel Suicide Case:ચિરાગ સોલંકીનો ચોંકાવનારો ખુલાસો

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

આ પણ  વાંચો -PI Padariya: જયંતિ સરધારા સામાન્ય વાતચીતમાં જ ઉશ્કેરાઇ ગયા હતા

શીત લહેરના સમયે આટલું અવશ્ય કરો

જો જરૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વૃદ્ધો અને બાળકો), પુરતા ગરમ કપડાં પહેરો, હાથ-મોજા, પગરખાં, મોજાં, ટોપી અથવા મફલરનો ઉપયોગ કરો, આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરો, રૂમને ગરમ રાખવા માટે ઘરમાં હીટર, બ્લોઅર વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવધાની અને તકેદારી રાખવી, શક્ય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો, ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા - પીણા પીવાના ટાળો, શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો.

Tags :
Advertisement

Trending News

.

×