Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon2023 :રાજ્યમાં 4 દિવસ મેઘમહેર, આજે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

  આજથી 4 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. મંગળવારે રાજ્યના 80 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16...
monsoon2023   રાજ્યમાં 4 દિવસ મેઘમહેર  આજે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Advertisement

આજથી 4 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. મંગળવારે રાજ્યના 80 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે. આ સાથે બુધવારે ગુજરાતના 68 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થયો છે. 20 તાલુકાઓમાં 1થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ અને ડોલવણમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ, હાલ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે, આગામી 4 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તે પછી વરસાદ ધબડબડાટી બોલાવશે.

આજે ક્યાં ક્યાં આગાહી

આજથી 4 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેના બાદ 16 થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. તો આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી એવી છે કે, અમદાવાદ સહિત ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, દાહોદ, બોટાદ અને છોટાઉદેપુરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. તો અન્ય કેટલાક જિલ્લોમાં હળવા વરસાદની આગાહી છે.

Advertisement

16 થી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

જુલાઈમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે. આજે ગુજરાતમાં એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે. 16 જુલાઈના રોજથી ફરી વરસાદનું જોર વધશે.

Advertisement

આ દિવસોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

16 જિલ્લામં રેડ અને ઓરેન્જ એલર્ટ છે

રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી કરી છે.16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી સાર્વત્રિત વરસાદ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.16 થી 19 જુલાઈ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આ દિવસોમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ સારો વરસાદ વર્ષી શકે છે.

આ પણ  વાંચો-હવે તૈયાર રહો વરસાદના ત્રીજા રાઉન્ડ માટે..! અંબાલાલ પટેલની આગાહી

Tags :
Advertisement

.