Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: ગુજરાતમાં ફર ચોમાસું સક્રિય,182 તાલુકામાં વરસાદ,જાણો ક્યાં કેટલો પડયો

રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નવસારીમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો સુરતના ઉમરપાડા,આણંદમાં 3-3 ઇંચ વરસાદ Gujarat Rain:ગુજરાતમાં દે ધનાધન વરસાદ (Gujarat Rain)આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 182  તાલુકામાં વરસાદ નોંધાયો હતો.. સૌથી વધુ અસર...
gujarat rain  ગુજરાતમાં ફર ચોમાસું સક્રિય 182 તાલુકામાં વરસાદ જાણો ક્યાં કેટલો પડયો
  1. રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ
  2. નવસારીમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
  3. સુરતના ઉમરપાડા,આણંદમાં 3-3 ઇંચ વરસાદ

Gujarat Rain:ગુજરાતમાં દે ધનાધન વરસાદ (Gujarat Rain)આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 182  તાલુકામાં વરસાદ નોંધાયો હતો.. સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ છે. રાજ્યના કુલ 34માંથી 33 તાલુકામાં વરસેલા 1 ઈંચથી વધુ વરસાદ વાળા તાલુકા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.

Advertisement

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા (હડફ)માં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

15 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement

.